પોતાની સ્કીનને વધુ સારી બનાવવા આપણે વિવિધ પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ જેમની ત્વચા ઓઈલી હોય તેમણે વધુ ધ્યાન રાખવુ પડતુ હોય છે. સ્કીનની યોગ્ય કેર લેવામાં આવે તો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ વાપરવાની કોઈ જરૂર રહેતી નથી. ઓઈલી સ્કીન હોય તેમણે દિવસની સાથે સાથે રાત્રે પણ ત્વચાનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે રાત્રે સ્કીન પોતાને રિપેર કરે છે. માટે જો યોગ્ય સંભાળ લેવામાં આવે તો વ્યક્તિને ખીલ અને ફોલ્લીઓની સમસ્યાથી મુક્તિ મળી શકે છે. તો ચાલો જાણીએ હેલ્થી સ્કીન માટે રાત્રે સુતા પહેલાં શું કરવું જોઈએ.
જે લોકો દિવસભર મેકઅપમાં રહેતા હોય તેમણે રાત્રે સુતા પહેલા પોતાનો મેકઅપ સાફ કરવો જોઈએ. નેચરલ મેકઅપ રિમુવલ નારિયેળ કે બદામનું તેલ તમે વાપરી શકો છો. તેનાથી તમારો મેકઅપ પણ સારી રીતે સાફ થશે અને ત્વચા પણ ચમકીલી બનશે. રાત્રે સુતી વખતે મેકઅપ સાથે સુઈ જઈએ તો ત્વચાના પોર્સ બંધ થઈ જાય છે, જેનાથી ચહેરા પણ ખીલની સમસ્યા વધી શકે છે.