લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્થૂળતાને કારણે ડબલ ચિન સહિત શરીરના ઘણા વિસ્તારોમાં ચરબીના થર જામી શકે છે. આવી ચરબીના કારણે દેખાવ સારો લાગતો નથી. બીજી તરફ તંદુરસ્ત વજનવાળા લોકોને પણ ચરબીયુક્ત જડબા એટલે કે ચિન હોઈ શકે છે. ત્યારે શાર્પ જડબું ઇચ્છતા લોકોને ઘણા પ્રયાસ કરવા પડે છે. અહીં જડબું શાર્પ બનાવવા માટે કેટલીક કસરત અંગે જાણકારી આપવામાં આવી છે. ડબલ ચિન પાછળ વધુ પડતી ચરબી, વૃદ્ધત્વ, આનુવંશિકતા અથવા ચહેરાનું અનિયમિત માળખું જવાબદાર હોય શકે છે. આમાંના કેટલાક પરિબળો આપણાં કાબૂમાં નથી. પણ ડબલ ચિન ઘટાડવા માટે કસરતો કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, ડબલ ચિનને તબીબી ભાષામાં સબમેન્ટલ ચરબી કહેવામાં આવે છે. તે મોટે ભાગે ચરબીનું સ્તર હડપચીની નીચે અથવા ગળાના વિસ્તારની આસપાસ એકત્રિત થાય અને વજન વધે ત્યારે જોવા મળે છે. આવી સ્થિતિમાં ચિનને આકર્ષક બનાવવા ચહેરાની કસરતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચહેરાની કસરતો રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપવા અને કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે.
ડબલ ચિનને ઘટાડવા માટે સરળ કસરત- ચહેરાની આ કસરતો માત્ર તમારા ચહેરાની ત્વચાની આસપાસના સ્નાયુઓ અને પેશીઓને ટોન કરવામાં જ મદદ નથી કરતી, પરંતુ તેના કારણે જડબા પણ મજબૂત થાય છે. આ બધી કસરતો ઘરે સરળતાથી કરી શકાય છે અને જો દરરોજ કરવામાં આવે તો લગભગ એક મહિનાના સમયમાં સારા પરિણામો આપી શકે છે. અહીં ડબલ ચિનને ઘટાડી શકે તેવી 7 સરળ કસરતો અંગે જાણકારી આપવામાં આવી છે.
4. ચ્યુઇંગમ- ચ્યુઇંગમ (ગમ ચાવવી) પણ સારી અને સરળ કસરતોમાંની એક છે. આ કસરત તમારી ડબલ ચિનને ઘટાડી શકે છે. તમે ગમ ચાવો ત્યારે તમારા ચહેરા અને ચિનના સ્નાયુઓ ખેંચાય છે અને સતત આવું ચાલ્યા રાખે છે, જે વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. તે તમારી ચિન લિફ્ટ કરવા સાથે તમારા જડબાના સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે.
5. ફિશ ફેસ- ફિશ ફેસ અથવા પાઉટિંગ સેલ્ફી લેતી વખતે જોવા મળે છે. પરંતુ તમારા કસરતના નિત્યક્રમના ભાગરૂપે તે દરરોજ કરી શકાય છે. જેનાથી તમને ડબલ ચિન ઘટાડવામાં મદદ મળી શકે છે. તમારે ફક્ત તમારા ગાલને અંદરથી ખેંચવા પડશે અને 30 સેકંડ સુધી આ સ્થિતિમાં રહેવું પડશે. હવે થોડો આરામ કરો અને આ કસરતનું ઓછામાં ઓછું ચાર કે પાંચ વખત પુનરાવર્તન કરો.
6. જિરાફ- જિરાફ એ સૌથી સરળ કસરતોમાંની એક છે અને જો તમે તમારી ચિન અને ગળાના ભાગની ચરબી ઘટાડવા માંગતા હોવ તો તે અસરકારક છે. આ માટે ફક્ત આરામદાયક સ્થિતિમાં બેસો અને આગળની તરફ જુઓ. તમારી આંગળીઓને તમારી ગરદનની શરૂઆતના ભાગ પર રાખો અને તેને નીચેની તરફ સ્ટ્રોક કરો. આ જ સમય દરમિયાન તમારા માથાને પાછળની તરફ નમાવો અને પછી તમારી ગરદનને વાળો. તમારી છાતીને ચિન સ્પર્શ કરો. આ ફેશિયલ એક્સરસાઈઝ બે વાર કરો.
7. સિંહ મુદ્રા- સિંહ મુદ્રા માટે પગને પાછળ (વજ્રાસન) જોડીને ઘૂંટણિયે પડો અને તમારા હાથને જાંઘ પર રાખો. તમારી પીઠ અને માથું સીધું રાખો પછી તમારી જીભને બહાર કાઢો. તમારી જીભને શક્ય તેટલું લંબાવો. પરંતુ વધારે તાણ કરશો નહીં. હવે ઊંડો શ્વાસ લો અને પછી શ્વાસ છોડો. સારા પરિણામો માટે ઓછામાં ઓછું 5થી 6 વખત તેનું પુનરાવર્તન કરો. તમે હંમેશાં ગ્લોઇંગ અને સુંદર હોવાનું અને ડબલ ચિન તમારી આંતરિક ચમકને ઝાંખી કરી શકે નહીં તે પ્રકારનું રિમાઇન્ડર તમારી જાતને આપતા રહો. જો કે, જો તમને લાગતું હોય કે ડબલ ચિન તમને પરેશાન કરી રહી છે તો અહીં ઉપર જણાવેલી કસરતો તેને ઘટાડવામાં મદદ કરી શકે છે.