સુવાની પોઝીશન હેલ્થ પર સીધી જ અસર કરે છે. ઉંધા સુવુએ ઘણું જ આરામદાયક હોય છે. પરંતુ તેનાથી કમર અને પેટ સંબંધી બિમારીઓનો ખતરો વધી જાય છે. તેનાથી પાચન ક્રિયા અવરોધિત થાય છે અને કમર પર વધારે ભાર પડે છે. 'સ્લીપ સ્માર્ટર' પુસ્તક લખનાર શોન સ્ટીવેંશનના જણાવ્યા અનુસાર આ રીતે સુવુ ગરદન માટે ખુબ જ નુકસાનકારક છે. શોનના જણાવ્યા અનુસાર ચહેરા પરની સ્કિનનો વધારે ભાગ ચાદરના સંપર્કમાં રહે છે જેના લીધે ખીલ થવાની સમસ્યા વધી શકે છે.