Home » photogallery » જીવનશૈલી » આ રીતે ફટાફટ બનાવો ઉપવાસમાં ખવાય તેવા 'ફરાળી ઢોસા'

આ રીતે ફટાફટ બનાવો ઉપવાસમાં ખવાય તેવા 'ફરાળી ઢોસા'

શ્રાવણ મહિનો એટલે ઉપવાસ અને પૂજાનો મહિનો ગણાય છે.

विज्ञापन

  • 14

    આ રીતે ફટાફટ બનાવો ઉપવાસમાં ખવાય તેવા 'ફરાળી ઢોસા'

    આજે સોમવતી અમાસ (Somvati Amavasya) છે અને આવતી કાલ એટલે મંગળવારથી શ્રાવણ (Shravan) મહિનો શરૂ થાય છે. શ્રાવણ મહિનો એટલે ઉપવાસ અને પૂજાનો મહિનો ગણાય છે. પરંતુ આ ઉપવાસના મહિનામાં જો ફરાળી ન ખાઇએ તો કાંઇ અધુરુ લાગે. તો આજે આપણે જોઇએ ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ઢોસો (Farali Dhosa).

    MORE
    GALLERIES

  • 24

    આ રીતે ફટાફટ બનાવો ઉપવાસમાં ખવાય તેવા 'ફરાળી ઢોસા'

    2 કપ મોરયો, 1/2 કપ સાબુદાણા, 1/2 ચમચી મરીનો ભૂકો, મીઠું સ્વાદ અનુસાર, 3 કપ પાણી, 1/2 ખાંડ

    MORE
    GALLERIES

  • 34

    આ રીતે ફટાફટ બનાવો ઉપવાસમાં ખવાય તેવા 'ફરાળી ઢોસા'

    રીત - 2 કપ મોરૈયો, 1/2 કપ સાબુદાણા, 1/2 ચમચી ખાંડ નાંખી મીક્ષરમાં લોટ જેટલું ઝીણું ક્રસ કરી લેવુ. એક તપેલીમાં આ લોટ લઈ એમાં મીઠું અને પાણી નાખી ખીરું ત્યાર કરી લેવું. પાણી થોડું વધારે પ્રમાણે નાખવુ જેથી ખીરૂ ઢીલુ થઈ જાય. આ ઢોસાના ખીરાને 10થી 15 મિનિટ સેટ થવા દેવુ. પેન ગરમ કરી મીડિયમ તાપે મુકી એના ઊપર તેલ લગાવુ પછી ખીરૂ નાંખી ચઢવા દેવુ. એના ઉપર ઝીણા ઝીણા દાળા થાય એટલે બીજી બાજુ ચડવા. દેવુ.

    MORE
    GALLERIES

  • 44

    આ રીતે ફટાફટ બનાવો ઉપવાસમાં ખવાય તેવા 'ફરાળી ઢોસા'


    આની સાથે તમે કોપરા અને કોથમીરની ચટણી બનાવી શકો છો. જેના માટે તમારે કોથમીર, નારિયેલ ઝીણેલુ, લીલા મરચા, ખાંડ, મીઠું અને લીંબુ જોઇશે. આ બધાને ક્રશ કરીને ચટણી બનાવી લો. આ ચટણી ફરાળી ઢોસા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

    MORE
    GALLERIES