આ મિશ્રણના સરખા ભાગ કરીને દરેક ભાગને ગોળ ચપટો આકાર આપી વડા બનાવવા. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપે વડા તળવા અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા અને ત્યારબાદ તેને ટીશ્યુ પેપર પર કાઢી લો. જેથી વધારાનું તેલ શોષાઈ જાય. તો તૈયાર છે સાબુદાણાના વડા તેને લીલી ચટણી અને મીઠા દહીં સાથે સર્વ કરી શકો છો.