શ્રાવણ માસમાં મોટાભાગના શિવભક્તો ઉપવાસ કરે છે. શ્રાવણ માસ તે દાન અને પુણ્ય કમાવાનો મહિનો છે. કહેવાય છે કે આ સમયે શિવ ભક્તિ કરવાથી મનને શાંતિ મળે છે અને મનુષ્યના પાપ નાશ થાય છે. વળી ઉપવાસ કરવો શરીર માટે પણ ખૂબ જ લાભકારી થાય છે. સપ્તાહ કે માસમાં એક વાર ઉપવાસ કરવો, હળવું ભોજન કરવું વિજ્ઞાન અને આયુર્વેદની દ્રષ્ટ્રીએ પણ હિતકારી છે.
બીજી વસ્તુએ વ્રત દરમિયાન ડ્રાય ફ્રૂટ્સ સેવન ખાસ કરો. તેનાથી શરીરને એનર્જી મળે છે. અંજીર, દ્રાક્ષ, અખરોટ, બદામ જેવા ડ્રાયફ્રૂટનું સેવન ઉપવાસ દરમિયાન હિતકારી છે. વળી તમે સાબુદાણાની ખીણ પણ કાઇ શકો છો. સાથે ઉપવાસમાં ફળોનું પણ સેવન કરવાથી પાચન ક્રિયાને લાભ મળે છે. અને શરીરને નેચરલ શર્કરા મળે છે. સાથે જ દૂધ અને દહીંની વસ્તુઓનું છૂટથી સેવન કરો.