શતાવરી (Shatavari)હિમાલયના વિસ્તારોમાંથી મળી આવતી ઔષધીય જડી-બૂટ્ટી છે. ભારતમાં શતાવરીને વસંત ઋતુની શાકભાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખૂબ જ લૉ કેલેરીવાળો આહાર છે. એકથી બે મીટર લાંબી શતાવરી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેના ઉપયોગથી કેટલાય શારીરિક ફાયદાઓ થાય છે. આ જડી બૂટ્ટી ઝડપથી વજન ઘટાડવામાં (Weight Loss) મદદરૂપ થાય છે. આ સાથે જ આ ઔષધી ત્વચામાં (Skin) પણ નિખાર લાવે છે. તો આજે આપણે શતાવરીના ફાયદાઓ અંગે જાણીએ.
શતાવરી માઇગ્રેનથી થતા દુખાવામાં પણ છૂટકારો અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે લોકોને ઊંઘ નથી આવતી તેમના માટે પણ શતાવરી ફાયદાકારક છે. આ તણાવને દૂર કરે છે અને અનિંદ્રાથી મુક્તિ અપાવે છે. શતાવરીમાં ભરપૂર પ્રમાણમાં ફોલેટ હોય છે. તેના ઉપયોગથી બાળકમાં કરોડરજ્જુ સંબંધિત સમસ્યા ઉદ્દભવતી નથી અને તે માનસિક સમસ્યાઓથી પણ બચી શકે છે.