લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શરદ પૂનમનો દિવસ દૂધ પૌઆ ખાવા માટે ઉત્તમ ગણાય છે. આજનાં દિવશે વિશેષ કરીને દૂધ પૌઆ બનાવવામાં આવે છે. તેને ચંદ્રમાની શીતળ કિરણોમાં રાખવામાં આવે છે બાદમાં તેનું સેવન કરવામાં આવે છે. આ પૌઆ ઘણાં ફાયદાકારક માનવામાં આવે છે. કહેવાય છે કે, આજનાં દિવસે ખાધેલાં દૂધ પૌઆ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે. તો ચાલો આજનાં દિવસે કેસર દૂધ પૌઆ બનાવવાં માટેની રેસિપી નોંધી લઇએ. જે બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય છે.
એક વાટકીમાં દૂધમાં કોર્નફ્લોર અથવા તો કસ્ટર્ડ પાવડર પલાળી દો. દૂધને હલાવતાં રહો. દૂધ ઘટ્ટ થઈ જશે. જે બાદ તેમાં ખાંડ ઉમેરો, ખાંડનું પાણી બળે અને દૂધમાં મલાઈ બનવા લાગે એટલે તેમાં પૌઆ અને કોર્નફ્લોર ઉમેરો બદામાં આ તમામ મિશ્રણને 5 મિનિટ સુધી ઉકાળવું. ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં પલાળેલું કેસર અને ડ્રાયફ્રૂટનો પાવડર ઉમેરો. દૂધ પૌઆ તૈયાર છે.<br />હવે આ દૂધ પૌઆને ચંદ્રમાની ચાંદનીમાં શિતળ થવા મુકી દો. અને રાત્રે તેનો લુત્ફ ઉઠાવો.