

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તરલા દલાલની ખાસ રેસિપીમાંથી ઘરે બનાવો સાંભારનો મસાલો એકદમ સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન ટેસ્ટનો બનશે સાંભાર અને ઘરનાં સૌ કોઇ વખાણતા રહી જશે. તો ચાલો સાંભાર મસાલો બનાવવા કંઇ કંઇ સામગ્રી જોઇશે તે નોંધી લઇએ. (PHOTO: @Tarladalal/Instagram )


સાંભાર મસાલો બનાવવાની સામગ્રી- 10 સુકા લાલ મરચા (ટુકડાં), 1 ચમચી ચણા દાળ, 1 ચમચી જીરું આખું, 1 ચમચી મેથી દાણા, 1 ચમચી કાળામરી, 1/4 કપ ધાણાં (સુખા આખા) (PHOTO: @Tarladalal/Instagram )


સાંભાર મસાલો બનાવવાની રીત- સાંભાર મસાલા બનાવવા માટે એક પેનમાં આ તમામ મસાલાને મધ્યમ આંચ પર શેકો. તેનાં માટે કંઇજ તેલ કે ઘી લેવાની જરૂર નથી. હવે આ શેકેલાં મિશ્રણને એક પ્લેટમાં મુકી દો અને તેને ઠંડું થવા દો. આ મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે તેને મિક્સચરમાં ક્રશ કરી લો. આપનો સાંભાર મસાલો તૈયાર છે. (PHOTO: @Tarladalal/Instagram )


આ મસાલાને એક એર ટાઇટ ડબ્બામાં ભરી દો. જેને આપ જરૂર પડે ત્યારે વાપરી શકો છો. કોઇપણ સાઉથ ઇન્ડિયન ડિશ બનાવો ત્યારે સાંભારમાં આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. (PHOTO: @Tarladalal/Instagram )


આ મસાલો બનાવવામાં આપને 10 મિનિટથી વધુ સમય નહીં લાગે. તેથી બને તો દર વખતે જો તાજો મસાલો બનાવશો તો તમારો સાંભાર ખુબજ ટેસ્ટી બનશે. આ મસાલો આપ સ્ટોર કરી શકો છો જે લાંબા ગાળા સુધી સારો જ રહે છે. (PHOTO: @Tarladalal/Instagram )