સંશોધન: દાઢીવાળા માણસો કૂતરા કરતા વધુ જંતુઓ ધરાવે છે સમય સાથે ફેશન ટ્રેન્ડમાં પણ બદલાવ આવે છે. પહેલા જ્યાં પુરુષો શેવ કરવું પસંદ કરતા , હવે થોડી વધેલી દાઢી તેમને માંચો લૂક આપે છે. પોતાના આ દેખાવને મેન્ટેન કરવા માટે પુરુષ પાર્લરમાં ઘણાં કલાકો ગાળે છે તેની સાથે જ શેવિંગ કીટનો પણ ઉપયોગ કરે છે. ઘણી છોકરીઓ અને સ્ત્રીઓ પણ આવી હોય છે જે પોતાના બોયફ્રેન્ડની દાઢી પર જીવ રેડતી હોય છે. તેમને તેમના પુરુષ મિત્રની દાઢીનો સ્પર્શ ખુબ સારો લાગે છે. પરંતુ તમને આ જાણીને આશ્ચર્ય થશે કે પુરુષોની દાઢી બીમારીઓનું ઘર છે.
જી હા! પુરુષોની દાઢીમાં કૂતરાના વાળથી વધુ જોખમી અને તાકાવર બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયાનો લોકોને ખૂબ જ ઝડપથી ચેપ લાગે છે. ક્વિન મેરી યુમીવર્સિટી ઓફ લંડનના સંશોધકોએ આ માટે 18 થી 76 વર્ષના પુરુષોનો આ રિસર્ચમાં સમાવેશ કર્યો હતો. સંશોધન માં લગભગ 18 પુરુષોની દાઢીના વાળના સેમ્પલ લેવામાં આવ્યા અને 30 કુતરાઓના વાળના પણ.
બર્મિંઘમ ટ્રાયકોલોજી કેન્દ્રના વિશેષજ્ઞ કેરલ વાકરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે ચહેરા પર વાળ હોવા, દાઢી, મચ્છર અથવા નાકની અંદર હોવા, તેમાં હાજર જીવાણું સીધી ત્વચાના કોન્ટેક્ટ્સ હોય છે. આ બાબતે રિસર્ચર રૉન કટલરે માહિતી આપીને કહ્યું કે જે પુરુષો દાઢી રાખવાનું પસંદ કરે છે ઘણા બેક્ટેરીયા દાઢીના વાળમાં છુપાઈ રહે છે. જે પુરુષો ક્લીન શેવ કરે છે તેમની અપેક્ષા દાઢીવાળા પુરુષો વધુ બીમાર પડે છે.
અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો કે પુરુષોની દાઢીમાં બેક્ટેરિયાનું સ્તર કુતરાના વાળમાં રહેલા બેક્ટેરિયાની સરખામણી એ વધુ છે. સાથે સાથે આ બેક્ટેરિયા ખૂબ પાવરફુલ અને ઝડપી ફેલાનાર છે. સંશોધકો અનુસાર, ઘણી વખત સ્વચ્છતા હોવા છતાં પણ દાઢીમાં ઘણા જોખમી બેક્ટેરિયા ફસાઈ રહે છે. આ બેક્ટેરિયા સીધી ચામડીથી ટચ થવાના કારણે ઇન્ફેક્શનનું કારણ બને છે.