વાત કરવામાં આવે તો શારિરિક સંબંધ સમયે મુડ સારો હોવો ખૂબ જરૂરી છે. પરંતુ ઘણી વાર એવુ થતુ હોય છે જેના કારણે મુડ ખરાબ થઇ જાય છે. આમ, તમને પણ આવી સમસ્યા છે તો તમે આ ટિપ્સ ફોલો કરો. આ ટિપ્સથી તમારો મુડ સારો જ રહેશે. ઘણી વાર પાર્ટનરની ઇચ્છા ના હોવાને કારણે પણ આવું થતુ હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ પાછળ બીજા અનેક કારણો જવાબદાર હોય છે.
તમને આ વાત સાંભળવામાં નવાઇ લાગશે પરંતુ આ 100 ટકા વાત સાચી છે. શરીરને ફિટ રાખવુ એ તમારી રિલેશન સાથે જોડાયેલી વાતને ડાયરેક્ટ પ્રભાવિત કરે છે. આ માટે તમે ડાન્સ, યોગા, એક્સેસાઇઝ તેમજ વર્કઆઉટ પર ધ્યાન આપો. આમ વર્કઆઉટ કરવાથી તમે ફિટ રહો છો જેના કારણે તમારો મુડ હંમેશા સારો રહે છે. આ સાથે જ તમારી ઇચ્છાઓમાં વધારો કરે છે. વર્કઆઉટ કરવાથી સંપૂર્ણ શરીરમાં જેનિટલ્સ અને લોહીનું પરિભ્રમણ સારું થાય છે. આ કારણે રિલેશન રાખવાની ઇચ્છા વધારે થતી હોય છે.
આ સમયે તમારે સંતુષ્ટ રહેવાની જરૂર છે. ઘણાં લોકો આ વાતને લઇને ઝઘડી પડે છે. પરંતુ તમને જણાવી દઇએ કે તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આ નાની વાત તમારા જીવનમાં ઘણી વાર મોટુ સ્વરૂપ લઇ લે છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.