બોલિવૂડ એક્ટ્રેસ રેખાનો આજે 66મો જન્મ દિવસ છે. જો કે રેખાના સુંદર ચહેરાને જોઇને તેમની ઉંમર આટલી બધી હોય તે માનવું પણ મુશ્કેલ છે. રેખા આજે પણ 50 વર્ષથી વધુ નથી લાગતી અને તેની પાછળ તેમના બ્યૂટી સિક્રેટ કારણભૂત છે. અનેક લોકો રેખાની સુંદરતાના આ રહસ્યને જાણવા માટે ઇચ્છુક છે ત્યારે ચાલો જાણો શું છે રેખાની બ્યૂટી સિક્રેટ (Rekha Ageless Beauty Secrets) (pic credit: instagram/cinemaajkal)
રેખાની તેની સુંદરતા માટે હંમેશા ક્લીનિંગ, ટોનિંગ અને મોશ્ચચ્યુરાઇજિંગના બ્યૂટી રીટનને ફોલો કરવામાં માને છે. આ સિવાય તે રાતે બેડ પર જતા પહેલા મેકઅપ ઉતારવાનું નથી ચૂકતી. ડેલી બ્યૂટી રુટીન સિવાય પણ તે સોફ્ટનેસ માટે એરોમાથેરપીનો ઉપયોગ કરે છે. આ સિવાય તે સ્કિન પર નેયરલ ઓઇલ લગાવે છે. અને મોટે ભાગે નેચરલ પ્રોડક્ટ યુઝ કરવાનું જ પસંદ કરે છે.