ફ્રીજ એક એવું ઉપકરણ છે કે જે મોટાભાગના આપણે બધાએ નાનપણથી જોયું છે. કેટલાક લોકો તેને રસોડામાં રાખે છે તો કેટલાક તેને રૂમ કે હોલમાં રાખે છે. જો કે ફ્રિજ હોય કે ટીવી, આપણે તેને ઘરમાં આપણી જગ્યા પ્રમાણે ફિટ કરીએ છીએ અને મોટાભાગે આપણે જોયું છે કે આપણે તેને દિવાલને અડીને રાખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તેને ગોઠવવાની પણ એક યોગ્ય રીત છે અને તે છે તેને દિવાલથી એક નિશ્ચિત અંતર પર જ રાખવુ જોઈએ.
નિષ્ણાતો કહે છે કે ફ્રિજ દિવાલથી 6-10 ઇંચ દૂર હોવું જોઈએ. તમને સવાલ થશે કે આવું શા માટે કહેવાય છે? ચાલો જાણીએ વિગતવાર જવાબ. રેફ્રિજરેટરને અંદરથી ઠંડુ રાખવા માટે સખત મહેનત કરવી પડે છે. આ પ્રક્રિયા દરમિયાન પાછળની જાળી દ્વારા ગરમી છોડવામાં આવે છે. આ કારણોસર, તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા ફ્રિજને સીધી દિવાલની બાજુમાં ન રાખો.