Home » photogallery » જીવનશૈલી » લારી જેવા ચટપટા ઠંડા ઠંડા 5 ફ્લેવરના પાણીપુરીનાં પાણી આ રીતે બનાવો ઘરે

લારી જેવા ચટપટા ઠંડા ઠંડા 5 ફ્લેવરના પાણીપુરીનાં પાણી આ રીતે બનાવો ઘરે

પાણીપુરી, ગોલગપ્પા, ગુપચુપ અને બીજા અનેક નામથી જાણીતી પાણીપુરી આપણાં દરેકે લોકોની ફેવરીટ હોય છે. પાણીપુરી ખાવાની બહુ મજા આવે છે. આ નામ સાંભળતાની સાથે જ મોંમા પાણી આવી જાય છે. તમે પણ આ રીતે માર્કેટની જેમ અલગ-અલગ પાણી બનાવો અને પકોડીની મજા માણો.

विज्ञापन

  • 15

    લારી જેવા ચટપટા ઠંડા ઠંડા 5 ફ્લેવરના પાણીપુરીનાં પાણી આ રીતે બનાવો ઘરે

    લસણનું પાણી- લસણનું પાણી બનાવવા માટે સૌ પ્રથમ બે લસણની કળીને ક્રશ કરી લો અને એમાં અડધી ચમચી કાળુ મીઠું, સાદુ મીઠું મિક્સ કરી લો. ત્યારબાદ આમાં કાળા મરીનો પાવડર અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર નાંખીને મિક્સ કરીને છેલ્લે બે ગ્લાસ સાદુ પાણી એડ કરીને મિક્સ કરી લો. તો તૈયાર છે લસણનું પાણી.

    MORE
    GALLERIES

  • 25

    લારી જેવા ચટપટા ઠંડા ઠંડા 5 ફ્લેવરના પાણીપુરીનાં પાણી આ રીતે બનાવો ઘરે

    જલજીરા પાણી- જલજીરા પાણીની મજા કંઇક અલગ જ આવે છે. આ પાણી તમે સરળ રીતે બહાર જેવું ઘરે બનાવી શકો છો. આ પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં 3 મોટી ચમચી પિસેલી ખાંડ, બે ચમચી લાલ મરચું, એક ચમચી લીંબુનો રસ, અડધી ચમચી કાળુ મીઠું, સાદુ મીઠું, એક ચમચી જલજીરા લો અને આ મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણમાં બે ગ્લાસ સાદુ પાણી મિક્સ કરો. તો તૈયાર છે જલજીરા પાણી.

    MORE
    GALLERIES

  • 35

    લારી જેવા ચટપટા ઠંડા ઠંડા 5 ફ્લેવરના પાણીપુરીનાં પાણી આ રીતે બનાવો ઘરે

    આંબલીનું પાણી- આંબલીનું પાણી પકોડી સાથે પીવાની બહુ મજા આવે છે. આ માટે તમે અડધો કપ આંબલીને એક કલાક માટે પાણીમાં પલાળીને રાખો. ત્યારબાદ આમાંથી પલ્પ નિકાળીને એમાં કાળુ મીઠું, સાદુ મીઠું મિક્સ કરી લો. ત્યારબાદ આમાં અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર મિક્સ કરી લો. ત્યાબાદ આમાં બે ગ્લાસ પાણી મિક્સ કરો. તો તૈયાર છે તમને ગમતું આંબલીનું પાણી. આ પાણીમાં તમે ખાંડ તેમજ ગોળ મિક્સ કરી શકો છો. આ પાણી તમે આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે.

    MORE
    GALLERIES

  • 45

    લારી જેવા ચટપટા ઠંડા ઠંડા 5 ફ્લેવરના પાણીપુરીનાં પાણી આ રીતે બનાવો ઘરે

    કોથમીર-ફુદીનાનું પાણી- આ પાણી બનાવવા માટે કોથમીર અને ફુદીનાની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં ત્રણથી ચાર લીલા મરચા નાંખવા. ત્યારબાદ આ પેસ્ટમાં સાદુ પાણી નાંખો અને એમાં જીરું, સાદુ મીઠું, કાળુ મીઠું અને પાણીપુરીનો મસાલો નાંખો. હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે કોથમીર-ફુદીનાનું પાણી.

    MORE
    GALLERIES

  • 55

    લારી જેવા ચટપટા ઠંડા ઠંડા 5 ફ્લેવરના પાણીપુરીનાં પાણી આ રીતે બનાવો ઘરે

    આમચુર પાણી- આમચૂર પાણી સાથે પકોડી ખાવાની બહુ જ મજા આવે છે. આમચુર પાણી બનાવવા માટે સૌ પ્રથમ બે ચમચી આમચુર, બે ચમચી ખાંડ મિક્સ કરી લો. આ ખાંડ પાણીમાં ઓગળી જાય પછી એમાં શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, લાલ મરચું, હિંગ, કાળુ મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. હવે બે ગ્લાસ પાણી નાંખીને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે આમચુર પાવડર. આ બધા જ પાણીમાં તમારે બરફ નાંખવાનો રહેશે.

    MORE
    GALLERIES