આ બીમારી કેમ થાય છે? તેનું મૂળ કારણ હજુ સુધી શોધી શકાયું નથી. વિભિન્ન અધ્યયનથી માલૂમ થયું છે કે, આ બીમારી મુખ્યત્વે બે કારણે થાય છે એક તો મહિલાઓમાં આનુવાંશિક હોય છે અને એક તો તેમની જીવનશૈલીને કારણે. જો તેઓનાં ખોરાકમાં બેડ ફેટ વધારે હોય, બેઠાળુ જીવન હોય અને શરીરનું વજન વધારે પડતું હોય ગર્ભાશય પર ચરબીનાં થર હોય તો આવી મહિલાઓમાં PCOSની સમસ્યા જોવા મળે છે.