વાળ માટે - એક પાકેલું કેળું લઇને તેને મશળી લો અને તેને દૂધમાં મિક્સ કરી લો. તેની ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવી લો. તેને 30 મિનિટ માટે લગાવી રાખો અને શાવર કેપ પહેરી શકો છો. ત્યાર પછી વાળને હળવા ગરમ પાણીથી ધોઇ લો અને વાળને યોગ્ય રીતે શેમ્પુ કરી લો. વાળને જાતે જ સૂકાવવા દો. આ ઉપાય કરવાથી ખૂબ ફાયદો થશે. આ પેસ્ટ તમે ચહેરા પર પણ લગાવી શકો છો.