

હાલ કોરોના કાળમાં કંઇ પણ બહારનું ખાવામાં મોટું રિસ્ક છે. તેના કરતા આપણે આ રક્ષાબંધનમાં ભાઇને પોતાના હાથે બનાવેલી કોજુ કતરી ખવડાવીએ. તો આજે આપણે કાજુ કતરી બનાવતા શીખીએ. આ રીતે બનેલી કાજુ કતરી બજાર જેવી જ સ્વાદિષ્ટ પરંતુ ભાવમાં સસ્તી પડશે.


રીત - સૌપ્રથમ કાજુને બરાબર સાફ કરી બે-ત્રણ કલાક ફ્રિજમાં મૂકી દો. ત્યારબાદ કાજુને મિક્સરમાં દળવાં. ત્યારબાદ તેને ચાળી લો. ટુકડા રહી ગયા હોય તેને ફરી ક્રશ કરી ચાળી લો. ત્યારબાદ એક કઢાઇમાં ખાંડ લો અને ખાંડ પલળી જાય એટલું પાણી એડ કરો અને ગેસની ફ્લેમ ચાલુ કરો. ખાંડને બરાબર ઓગાળી એકતારની ચાસણી બનાવવી. ચાસણી બની જાય એટલે અંદર કાજુનો પાવડર એડ કરો.


મસળી લીધા બાદ ઉપર બીજી એક પ્લાસ્ટિક શીટ મૂકી હળવા હાથે વણી લો. ત્યારબાદ ઉપરની પ્લાસ્ટીક શીટ દૂર કરી હાથથી થોડું પાણી લગાવી ઉપર ચાંદીનો વરખ લગાવવો, જેથી વરખ બરાબર ચોંટી જાય. ત્યારબાદ એક-બે કલાક માટે રહેવા દો જેથી સેટ થઈ જાય. પછી ધારદાર ચપ્પાથી એકસરખા માપના ટુકડા કરી લો.


સાથે-સાથે અંદર 25 ગ્રામ જેટલો મિલ્ક પાવડર ઉમેરો. જેનાથી કાજુકતરી એકદમ માર્કેટ જેવી બનશે. ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી લો. આ દરમિયાન ગેસની ફ્લેમ બંધ કરી દેવી. બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ચાલુ કરી એક-દોઢ મિનિટ ચઢવવું અને હલાવતા રહેવું. મોટા-મોટા બબલ્સ થવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને બરાબર મિક્સ કરી કઢાઇમાં ફેલાવી દેવી જેથી ઠંડી પડી જાય.