પોર્ન સ્ટારના મોતના (Mia Khalifa Death Hoax)સમાચાર આવ્યા હતા. એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે, 'ખૂબ જ આઘાતજનક સમાચાર, મિયા ખલીફાએ આત્મહત્યા કરી લીધી છે'. ઉલ્લેખનીય છે કે, 28 વર્ષની મિયા ખલીફા એડલ્ટ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. જોકે, હવે તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી છે. મિયાએ ભારતમાં ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ટ્વિટ પણ કર્યું હતું, જેને લઈને તે તરત જ ચર્ચામાં આવી ગઈ હતી.
બોલિવૂડ લાઇફનાં રિપોર્ટ મુજબ, મિયા ખલીફાના ફેસબુક પેજને મેમોરિયલ પેજમાં (Memorial Page) બદલવામાં આવ્યું હતું. પેજનું શીર્ષક લખ્યું છે, ‘રિમેમ્બરિંગ મિયા ખલીફા’. એટલું જ નહીં તેની પ્રોફાઈલ પિક્ચર પણ હટાવી દેવામાં આવ્યાં હતા. જેના કારણે તેમના મૃત્યુની અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મિયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું કે અન્ય કોઈ કારણથી થયું હતું.