ચોમાસામાં (monsoon) મચ્છર વધવાને કારણે દેશમાં ડેન્ગ્યુના (Dengue) કેસમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો તેના શિકાર બની રહ્યા છે. ડેન્ગ્યુને હાડકાતોડ તાવ પણ કહેવાય છે. કારણ કે, જ્યારે તમને ડેન્ગ્યુ હોય ત્યારે તમારું આખું શરીર દુઃખે છે. જ્યારે ડેન્ગ્યુ થાય છે, ત્યારે પ્લેટલેટ્સ ઘટવા લાગે છે. નિષ્ણાતોના મતે શરીરમાં ઓછામાં ઓછા 1.5 લાખ પ્લેટલેટ્સ હોવા જરૂરી છે. જો પ્લેટલેટ્સ (Platelet count) 1 લાખથી ઘટી જાય તો જીવ પર ખતરો બની જાય છે. આવી સ્થિતિમાં કેટલાક એવા ફળો છે જેનું સેવન કરવાથી તમે તમારા પ્લેટલેટ્સ વધારી શકો છો. ચાલો જાણીએ
તાવ સાથે આ પૈકીના બે લક્ષણો હોય તો ડેન્ગ્યુ હોય શકે છે. ગંભીર માથાનો દુ:ખાવો, આંખોની પાછળ દુ:ખાવો, સ્નાયુ અને સાંધાના દુ:ખાવા, ઉબકા, ઊલટી, ફોલ્લીઓ. સામાન્ય રીતે દર્દી બીમારી શરૂ થયાના લગભગ 3-7 દિવસ પછી ગંભીર તબક્કામાં પ્રવેશ કરે છે. આ સમયે દર્દીમાં તાવ ઘટવા લાગે છે અને ગંભીર ડેન્ગ્યુ સાથે સંકળાયેલા ચેતવણીરૂપ ચિહ્નો પ્રગટ થઈ શકે છે. આવો ડેન્ગ્યુ જીવલેણ હોય શકે છે. તેમાં પ્લાઝમા લીકેજ, પ્રવાહી ભેગું થવું, શ્વાસની તકલીફ, ગંભીર રક્તસ્ત્રાવ અથવા અંગની ખામી થઈ શકે છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)