કિલિમંજોરાના પર્વત વિશે તમે અનેક વાર સાંભળ્યુ હશે. અનેક સોન્ગમાં તેમજ નોલેજની બુકમાં આ પર્વતનુમ નામ વઘારે આવે છે જે તમે અનેક વાર વાંચ્યુ હશે. સમુદ્રતટથી 5,895 મીટરની ઊંચાઇ પર આવેલો આ પર્વત એ લોકો માટે બેસ્ટ છે જે લોકો એડવેન્ચરના શોખીન છે. સફેદ બરફથી ઢંકાયેલા આ બરફ પર તમે ટ્રેકિંગની મજા પણ લઇ શકો છો.
કુદરતની એક મસ્ત જગ્યામાં ઝાંઝીબાર બીચ એક મસ્ટ ગો ડેસ્ટિનેશન છે. દૂર-દૂરથી લોકો અહીંયા લીલું પાણી જોવા માટે આવે છે. આ સાથે જ આસપાસની જગ્યાઓથી તમારું દિલ ખુશ થઇ જશે. તમે વ્યસ્ત લાઇફમાંથી બહાર નિકળીને શાંતિ માટેનું પ્લાનિંગ કરો છો તો આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે. આ જગ્યામાં મનને અઢળક શાંતિ મળે છે.