તમે કોઇ પણ ફંક્શનમાં લીલા રંગના આઉફિટ્સ ટ્રાય કરો છો તો તમારા પર મસ્ત લાગે છે. આ માટે તમે માધુરીના આ આઉટફિટ્સ પર નજર કરી શકો છો. આ ટાઇપની ચણિયા ચોળી તમે લગ્નમાં કે કોઇ બીજા ફંક્નશનમાં પહેરીને જાવો છો તો તમારો વટ પડી જાય છે. આ આઉટફિટ્સ સાથે માધુરી એ ઝુમખા અને હાથમાં બંગડી પહેરીને લુકને કમ્પ્લીટ કર્યો છે. Image :Instagram/madhuridixitnene
આ તસવીરમાં તમે જોઇ શકો છો માધુરી પર આ આઉટફિટ્સ કેટલા મસ્ત લાગે છે. તમારે પણ કોઇ લગ્નમાં જવાનું છે અને તમે આ ટાઇપનું મેચિંગ કરો છો તો તમારો વટ પડી જાય છે. આમાં તમે માધુરીને જોઇ શકો છો કે માધુરીએ મરુણ અને બ્લેક કલરનો લહેંગો, ચોલી અને દુપટ્ટો કેરી કર્યો છે. આ સાથે જ સિલ્વર જ્વેલરી પહેરીને લુકમાં ચાર ચાંદ લગાવે છે. Image :Instagram/madhuridixitnene
માધુરીએ અહિંયા ઓફ વ્હાઇટ અને ફ્લોરલ પ્રિન્ટનું મસ્ત સૂટ પહેર્યો છે જેમાં તે ખૂબ જ ફ્રેશ અને સ્ટાઇલીશ દેખાઇ રહી છે. જો તમે સાડી અને લહેંગા પહેરવા ઇચ્છતા નથી તો તમે સલવાર કમીઝ પહેરવા ઇચ્છો છો તો આ ઓપ્શન તમારા માટે બેસ્ટ છે. આ રીતે ગ્લાસ વર્ક તમે પણ એક વાર જરૂર ટ્રાય કરો. Image :Instagram/madhuridixitnene