Home » photogallery » જીવનશૈલી » આ રીતે મિનિટોમાં સાફ કરી દો કિટલી, નહીં તો અંદર જીવાત થઇ જશે અને બીમાર પડશો

આ રીતે મિનિટોમાં સાફ કરી દો કિટલી, નહીં તો અંદર જીવાત થઇ જશે અને બીમાર પડશો

How to Clean Electric Kettle: ચાને વધારે સમય સુધી ગરમ રાખવા માટે અનેક લોકો કિટલનો ઉપયોગ કરતા હોય છે. આમ, તમને એક વાત જણાવી દઇએ કે ચાની કિટલીને બરાબર સાફ કરવી ખૂબ જરૂરી છે. જો તમે પ્રોપર રીતે સાફ કરતા નથી તો એમાં જીવાત પડી જાય છે અને તમારી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે.

विज्ञापन

  • 16

    આ રીતે મિનિટોમાં સાફ કરી દો કિટલી, નહીં તો અંદર જીવાત થઇ જશે અને બીમાર પડશો

    સફેદ સરકાથી સાફ કરો: કિટલીને સાફ કરવા માટે તમે સફેદ સરકાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે કિટલીમાં ગરમ પાણી અને સફેદ સરકો મિક્સ કરી દો. પછી થોડા સમય માટે રહેવા દો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી એક વાર સાફ કરી લો. આમ કરવાથી કિટલી સાફ થઇ જશે અને વાસ પણ નહીં આવે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 26

    આ રીતે મિનિટોમાં સાફ કરી દો કિટલી, નહીં તો અંદર જીવાત થઇ જશે અને બીમાર પડશો

    બેકિંગ સોડાનો ઉપયોગ કરો: કિટલીને સાફ કરવા માટે તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે કિટલીમાં બેકિંગ સોડા નાંખો અને પછી એમાં જરૂર મુજબ પાણી નાંખીને ગેસ પર ગરમ કરી લો. 10 મિનિટ રહીને ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી કિટલી અંદરથી તરત જ સાફ થઇ જશે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 36

    આ રીતે મિનિટોમાં સાફ કરી દો કિટલી, નહીં તો અંદર જીવાત થઇ જશે અને બીમાર પડશો

    લીંબુની મદદથી સાફ કરો: કિટલીને સાફ કરવા માટે તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો. લીંબુ એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે આખી કિટલીમાં પાણી ભરી લો અને પછી લીંબુના કટકા કરીને નાંખો. હવે આ પાણીને ગેસ પર ઉકાળો અને પછી થોડીવાર માટે રહેવા દો. આમ કરવાથી કિટલી તરત જ સાફ થઇ જશે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 46

    આ રીતે મિનિટોમાં સાફ કરી દો કિટલી, નહીં તો અંદર જીવાત થઇ જશે અને બીમાર પડશો

    લિક્વિડ ડિશવોશ યુઝ કરો: કિટલીને નોર્મલ સાબુથી ધોવાની જગ્યાએ તમે ડિશવોશ લિક્વિડનો ઉપયોગ કરો. આ માટે કિટલીમાં ડિશવોશ લિક્વિડ નાખીને સ્ક્રબ કરવાથી મિનિટોમાં જ સાફ થઇ જશે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 56

    આ રીતે મિનિટોમાં સાફ કરી દો કિટલી, નહીં તો અંદર જીવાત થઇ જશે અને બીમાર પડશો

    પાણી સ્ટોર કરશો નહીં: કેટલાક લોકો કિટલીમાં પાણી ભરીને રાખી મુકતા હોય છે. પરંતુ કિટલીમાં પાણી ભરીને રાખી મુકવાથી હિટીંગ એલિમેન્ટ ખરાબ થવા લાગે છે. આ માટે ઇલેક્ટ્રિક કિટલીમાં વધારે પાણી ભરશો નહીં. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 66

    આ રીતે મિનિટોમાં સાફ કરી દો કિટલી, નહીં તો અંદર જીવાત થઇ જશે અને બીમાર પડશો

    બહારથી ક્લિન કરો: કિટલીને માત્ર અંદરથી જ નહીં પરંતુ બહારથી પણ સાફ કરવાનું રાખો. કિટલીને ચોખ્ખી રાખવી ખૂબ જરૂરી છે. આ માટે તમે કિટલીને દરરોજ પાણીથી ધોવાનું રાખો જેથી કરીને ચમકદાર અને બેક્ટેરિયા ફ્રી રહે. (Image-Canva)

    MORE
    GALLERIES