ફ્લોરલ નેટ: આ રીતની ફ્લોરલ નેટ સાડી તમે પાર્ટીમાં ટ્રાય કરી શકો છો. આ સાથે જ તમે મેચિંગ પર્લ જ્વેલરી અને ન્યૂડ મેક અપ કરીને પાર્ટીમાં જાવો છો તો તમારો વટ પડી જાય છે અને લોકો તમારી સામે જોતા રહી જશે. બહુ ઓછા લોકોને ઓફ વ્હાઇટ સાડીમાં ફ્લોરલ પ્રિન્ટ વિશે જાણ હોય છે. આ સાડી તમે કોઇ પણ પ્રકારના ફંક્શનમાં ટ્રાય કરી શકો છો. ફ્લોરલ નેટ સાડી તમને હટકે લુક આપે છે.
પ્રિન્ટેડ સાડી: તમે ઓલ વ્હાઇટ લુક ટ્રાય કરવા ઇચ્છતા નથી તો લગ્નમાં આ રીતની પ્રિન્ટેડ હેવી સાડી ટ્રાય કરી શકો છો. પ્રિન્ટેડ ફ્લોવર વર્ક સાડીમાં તમે ગોર્જિયસ દેખાવો છો. આ સાડી સાથે તમે ન્યૂડ મેક અપ અને હેર સ્ટાઇલ કરો છો તો બહુ મસ્ત લાગે છે. ઓફ વ્હાઇટમાં તમને પ્રિન્ટેડમાં અનેક પ્રકારની વેરાયટી જોવા મળે છે. આમાં નાની-મોટી એમ દરેક જાતની પ્રિન્ટ આવતી હોય છે. આ પ્રિન્ટ હાલમાં ટ્રેન્ડમાં છે.