લિબ્રેટ ડોટ કોમમાં છાપેલી એક ખબર અનુસાર અળસીના બી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે, પરંતુ આ બીનું વઘારે સેવન કરવાથી અનેક નુકસાન થઇ શકે છે. અળસીના સેવનથી મુખ્ય રૂપથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇન સંબંધીત સાઇડ ઇફેક્ટ્સ થઇ શકે છે જેના કારણે બાઉલ મુવમેન્ટ વધી શકે છે. આ સાથે ગેસ્ટ્રિક તકલીફો થઇ શકે છે. મતલી, પેટમાં દુખાવો, શ્વાસ તેમજ કબજીયાતની સમસ્યા થઇ શકે છે. અળસીનું સેવન ઓછી માત્રામાં કરવું જોઇએ.
હેલ્ધીફાઇમી ડોટ કોમ અનુસાર જે લોકોને હોર્મોનલ અસંતુલન તેમજ એન્ડોમેટ્રિયોસિસની સમસ્યા છે એમને અળસીના બીજનું સેવન કરવુ જોઇએ નહીં. આ શરીર પર એસ્ટ્રોજેનના પ્રભાવની નકલ કરી શકે છે. ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ અળસીનું સેવન કરવુ જોઇએ નહીં. આમ કરવાથી બાળકને નુકસાન પહોંચી શકે છે. એક અહેવાલ અનુસાર બ્લીડિંગની સમસ્યા પણ થઇ શકે છે.
જે લોકોને એલર્જીની સમસ્યા છે એમને અળસીનું સેવન કરવુ જોઇએ. અળસીના બીની સાથે આના તેલથી પણ એલર્જી થઇ શકે છે. તમને ખંજવાળ, શરીરમાં સોજા, પિત્ત જેવી સમસ્યાઓ છે તો તમે અળસીનું સેવન કરશો નહીં. અળસી ખાવાથી ઉલ્ટી તેમજ ગભરામણ જેવી સમસ્યા થઇ શકે છે. આ તમને એક એલર્જી થવાનો સંકેત આપે છે. જે લોકો સતત અળસીનું સેવન કરે છે એમને એલર્જી થવાના ચાન્સિસ વઘારે હોય છે. Image:Canva
અળસીના બી એસ્ટ્રોજનની જેમ કામ કરે છે. એવામાં શરીર હોર્મોનલ સંતુલનમાં અનેક ફેરફારો થઇ શકે છે. ઘણી મહિલાઓમાં પિરીયડ્સ સાયકલ પ્રભાવિત થઇ શકે છે. આ સાથે જ વધારે અળસીનું સેવન કરવાથી હોર્મોનલ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. આ સાથે જ પીસીઓએસ એટલે કે પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રો, યૂટરીન ફાઇબ્રોઇડ, ગર્ભાશય કેન્સર જેવી અનેક સંભાવનાઓ વધી શકે છે. Image:Canva (Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. gujarati news18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. અમલ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)