હેલ્ધી સ્કેલ્પનું સિક્રેટ: તલનું તેલ ઠંડીમાં હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. ધણાં ઘરોમાં તલનું તેલ રસોઇ માટે વપરાતુ હોય છે. તલનું તેલ લગાવીને તમે સ્કેલ્પને હેલ્ધી અને મોઇસ્યુરાઇઝ રાખી શકો છો. આ માટે તમે તલના તેલમાં લીંબુનો રસ અથવા તો એલોવેરા જેલ લગાવીને મિક્સ કરી લો. આ તેલથી તમને અઠવાડિયામાં તમારા વાળમાં ફરક જોવા મળશે. (Image Canva)
વાળમાં થતા ખોડાને ગુડબાય કહો: ઘણાં લોકોને ઠંડીમાં વાળમાં ખૂબ ખોડો થતો હોય છે. વાળમાં ખોડો થવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આમ, જો તમને પણ આવી સમસ્યા છે તો તમે તલનું તેલ લગાવવાનું શરૂ કરી દો. તલના તેલમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે વાળમાં અનેક પ્રકારનું પોષણ પૂરું પાડે છે. આ માટે તમે તલના તેલમાં નારિયેળ તેલ મિક્સ કરીને વાળમાં મસાજ કરો. આમ કરવાથી વાળમાંથી ખોડો દૂર થઇ જશે અને પછી થશે પણ નહીં. (Image Canva)
વાળ શાઇની બને: અનેક લોકોના વાળ એકદમ રફ હોય છે. તમારા વાળ પણ રફ છે તો તમે સિલ્કી કરવા માટે તલના તેલનો ઉપયોગ કરી શકો છો. તલનું તેલ તમારા વાળને સિલ્કી કરવાનું કામ કરે છે. આ માટે તમે એક ડિશમાં તલનું તેલ લો અને એમાં ગ્લિસરીન મિક્સ કરી લો. ત્યારબાદ આ તેલને વાળમાં લગાવો. પછી એક કલાક રહીને શેમ્પૂથી હેર વોશ કરી લો. આમ કરવાથી વાળમાં મસ્ત ચમક આવે છે. (Image Canva)