સારા તેંડુલકર દેખાવામાં જેટલી સ્માર્ટ છે એટલી જ એની ડ્રેસિંગ સેન્સ પણ જોરદાર છે. સારાના એકે-એક આઉટફિટ્સ જોરદાર છે. આ તસવીરમાં તમે જોઇ શકો છો કે સારાએ મસ્ટર્ડ યલો કલરનો મસ્ત બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જેમાં એ એકદમ ક્યૂટ દેખાઇ રહી છે. વેકેશન લુક માટે તમે પણ સારાનો આ લુક ટ્રાય કરી શકો છો. Image : Instagram/sara Tendulkar
સારાને આ તસવીરમાં તમે જોઇ શકો છો રેગ્યુલર ફિટ જીન્સની સાથે પર્પલ ક્રોપટોપ ટી શર્ટ પહેરી છે. આ સાથે જ સારાએ વ્હાઇટ શર્ટ સ્ટાઇલમાં શ્રગ પહેર્યુ છે. ખુલ્લા વાળ અને સનગ્લાસમાં સારા આ લુકમાં કુલ દેખાઇ રહી છે. આ લુક તમને કમ્ફર્ટની સાથે કુલ લુક આપે છે. આમ, જો તમે સારાનો આ લુક ફોલો કરો છો<br />તો તમારો વટ પડી જાય છે. Image : Instagram/sara Tendulkar
તમે કંઇક હટકે અને નવું ટ્રાય કરવા ઇચ્છો છો તો બ્રાઇટ કલર ટોપની સાથે વ્હાઇટ પેન્ટની પેર કરી શકો છો. સારાએ અહીંયા રેડ કલરનો હાફ સ્લીવ ક્રોપ ટોપની સાથે વ્હાઇટ ટ્રાઉઝર પહેર્યુ છે. આ સાથે જ વ્હાઇટ કલરનું સ્ટડેટ પર્સ લીધુ છે. આ લુક સિમ્પલ છે અને સાથે તમને કેઝ્યુઅલ લુક આપે છે. Image : Instagram/sara Tendulkar