પાર્ટનરની સાથે સ્પા કરાવો- આજની આ ફાસ્ટ લાઇફમાં એકબીજા માટે સમય કાઢવો પણ અઘરો છે. વ્યસ્ત શેડ્યુઅલને કારણે કપલ્સ એકબીજાની સાથે સમય પસાર કરી શકતા નથી. એવામાં કપલ સ્પા ટ્રાય કરી શકે છે. સ્પા તમારા માટે એક મસ્ત ઓપ્શન છે. કપલ સ્પાથી તમે રિલેક્સ ફીલ કરો છો અને સાથે-સાથે પાર્ટનરની સાથે સ્પાની ભરપૂર મજા પણ ઉઠાવી શકો છો.(Image/Canva)
સ્ટાર ગેજિંગ બેસ્ટ- રાત્રીના સમયે પાર્ટનરની સાથે ક્વોલિટી ટાઇપ સ્પેન્ડ કરવા માટે ગેજિંગ ટ્રાય તમે કરી શકો છો. આ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આમાં તમે ખુલ્લા આકાશની નીચે બેસીને ઉપરનો નજારો જોઇને તમે રોમેન્ટિક વાતાવરણ ઉભુ કરી શકો છો. આ સાથે જ તમે પાર્ટનરની સાથે આ પળને વધારે યાદગાર બનાવી શકો છો. તમે સતત આખો દિવસ વ્યસ્ત રહો છો તો આ ઓપ્શન તમારા માટે સૌથી બેસ્ટ છે. આવી રીતે બેસવાથી તમે એકબીજાની નજીક આવો છો અને સાથે તમે રોમેન્ટિક પણ બનો છો. (Image/Canva)
સરપ્રાઇઝ ડેટ પ્લાન કરો- પાર્ટનરની સાથે તમે એક સરપ્રાઇઝ ડેટ પણ પ્લાન કરી શકો છો. આ પળ લાઇફ ટાઇમ માટે યાદગાર બની રહે છે. તમે ડેટ પર જવા માટે એવી જગ્યા પસંદ કરો જ્યાં તમે પાર્ટનરને પહેલી વાર મળ્યા હોય. આ જગ્યા પર તમે જ્યારે સરપ્રાઇઝ પ્લાન કરો છો ત્યારે તમારી જૂની યાદો તાજી થાય છે. જો કે આ ફિલિંગ કંઇક અલગ જ હોય છે. (Image/Canva)