જામફળની બરફી- જામફળમાંથી તમે મસ્ત બરફી પણ ઘરે બનાવી શકો છો. જામફળની બરફી અનેક લોકોને ખાવાની મજ્જા પડતી હોય છે. આ એક સરળ રેસિપી છે. જામફળની બરફી બનાવવા માટે ખાંડ, લીંબુનો રસ, જામફળ અને દેસી ઘીની જરૂર પડે છે. જામફળ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે ત્યારે તમે આ બરફી બનાવીને ખાઓ છો તો સૌથી બેસ્ટ છે.
જામફળની ચટણી- શિયાળીની સિઝનમાં આવતા લીલા જામફળ જોતાની સાથે જ આપણને લેવાની ઇચ્છા થઇ જાય છે. જામફળની ચટણી તમે ખૂબ સરળતાથી ઘરે બનાવી શકો છો. આ ચટણી બનાવવામાં વધારે સમય લાગતો નથી. બહુ ઓછી સામગ્રીમાં આ ચટણી એકદમ ટેસ્ટી બને છે. આ ચટણી બનાવવા માટે જામફળ, લીલા મરચા, કોથમીર, લીંબુના રસનો ઉપયોગ કરવામાં આવે છે. જામફળની ચટણી મિનિટોમાં ઘરે બનીને તૈયાર થઇ જાય છે.