ઇન્ડસ્ટ્રીના અનુસાર ડ્રેસની પસંદગી કરો- ઇન્ટરવ્યૂમાં ડ્રેસનું અનેક ઘણું મહત્વ રહેલું છે. તમે કઇ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપો છો એ બહુ મહત્વનું છે. ઇન્ટરવ્યૂમાં પ્રોફેશનલ દેખાવવાની સાથે-સાથે પોલિશ શૂઝનું પણ એટલું જ મહત્વ છે. પરંતુ ફેશન ઇન્ડસ્ટ્રીમાં આ લુક અજીબ સાબિત થઇ શકે છે. આ માટે ઇન્સ્ડસ્ટ્રીને હંમેશા ધ્યાનમાં રાખીને ઇન્ટરવ્યૂ ડ્રેસ સિલેક્ટ કરવો ખૂબ જરૂરી છે. (Image/Canva)
ફૂટવિઅરનું સિલેક્શન- કેટલાક લોકો ઇન્ટવ્યૂ આપવા જાય ત્યારે ફૂટવિઅરનું જરા પણ ધ્યાન રાખતા નથી. ફૂટવિઅર પરથી તમારી પર્સનાલિટી વિશે બધી જ ખબર સામેની વ્યક્તિને પડે છે. ફૂટવિઅર પરથી તમારી ઇમ્પ્રેશન સારી કે ખરાબ પડી શકે છે. આ માટે તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાવો ત્યારે ખાસ કરીને ડ્રેસની સાથે પ્રોફેશનલ ફૂટવિઅરનું મેચિંગ કરો. આ સાથે જ શુઝને પોલિશ કરવાનું ક્યારે ભૂલશો નહીં.
લાઇટ પરફ્યૂમ કરો- કેટલાક લોકો ઇન્ટવ્યૂ આપવા જાય ત્યારે અતિશય સ્પ્રે કરીને જતા હોય છે. જો તમે આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. ઇન્ટરવ્યૂ દરમિયાન તમે હાર્ડ પરફ્યૂમનો ઉપયોગ કરવાનો ટાળો. આ સમયે તમે લાઇટ પરફ્યૂમનો ઉપયોગ કરો. હાર્ડ પરફ્યૂમ તમારી પર્સનાલિટી બગાડવાનું કામ કરે છે. આ સાથે જ તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાવો ત્યારે ખાસ કરીને કોઇ સારી અને લાઇટ સ્મેલનું સ્પ્રે નાંખો. બહુ તેજ સુગંધીત સ્પ્રેથી સામેની વ્યક્તિ કંટાળી જાય છે. (Image/Canva)