બ્લેક ટી- ઘણાં લોકો રૂટિનમાં બ્લેક ટી એટલે કે કાળી ચા પીતા હોય છે. બ્લેક ટીમાં દૂધનો ઉપયોગ થોડો પણ કરવામાં આવતો નથી. બ્લેક ટી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. શિયાળામાં બ્લેક ટી પીવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. બ્લેક ટી તમે રૂટિનમાં પીઓ છો તો ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને સાથે તમે અનેક ઇન્ફેક્શનથી બચી શકો છો.
ઝિંઝર ટી- શિયાળામાં બજારમાં ફ્રેશ આદુ તમને સરળતાથી મળી રહે છે. આદુની ચા તમે શિયાળામાં પીઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આદુની ચા સ્વાદિષ્ટ હોય છે જે અનેક બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આદુની ચા ઇમ્યુનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે. આદુની ચા તમે શિયાળામાં રોજ પીઓ છો તો શરદી-ખાંસી અને તાવમાંથી બચી શકો છો.
હળદરની ચા- હળદર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. રસોડામાં હળદર તમને સરળતાથી મળી રહે છે. દરેક રસોઇમાં હળદરનો ઉપયોગ થતો હોય છે. હળદરમાં એન્ટી બેક્ટેરીયલ, એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણો હોય છે જે સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. હળદરની ચા તમે શિયાળામાં પીઓ છો તો વાયરલ ઇન્ફેક્શનથી બચી જાવો છો. હળદરની ચા બનાવવા માટે હળદર, લીંબુનો રસ અને મધનો ઉપયોગ કરવામાં આવે છે.