Home » photogallery » જીવનશૈલી » તમારા બાળકની ઉંમર 10 વર્ષથી વઘારે છે? તો ખાસ વાંચી લો આ ટિપ્સ, દરેકમાં નંબર 1 આવશે

તમારા બાળકની ઉંમર 10 વર્ષથી વઘારે છે? તો ખાસ વાંચી લો આ ટિપ્સ, દરેકમાં નંબર 1 આવશે

Parenting Tips: બાળકોને જેટલુ શિક્ષણ આપવું જરૂરી છે એટલું જ એમને ફેમિલી અને સોશિયલ મિડીયા વેલ્યુ વિશે જાણકારી આપવી ખૂબ જરૂરી છે. આ સિવાય બાળકોને કિચનના નાના-મોટા કામ પણ શિખવાડવા જોઇએ. આજના આ સમયમાં રસોડાના કામ જેટલા દીકરીઓ માટે જરૂરી છે એટલા જ કામ દિકરાઓ માટે પણ જરૂરી છે.

विज्ञापन

  • 15

    તમારા બાળકની ઉંમર 10 વર્ષથી વઘારે છે? તો ખાસ વાંચી લો આ ટિપ્સ, દરેકમાં નંબર 1 આવશે

    ગેસ ઓન-ઓફ કરવો: દરેક પેરેન્ટ્સે પોતાના બાળકોને ગેસ ઓન-ઓફ કરતા શીખવાડવું જોઇએ. સમયની સાથે આ વાત શીખવાડવી ખૂબ જરૂરી છે. જરૂરિયાતના સમયે જ્યારે બાળક ઘરમાં એકલું હોય ત્યારે એને ગેસ ઓન-ઓફ કરતા આવડે છે તો એને તકલીફ ઓછી પડે છે. ઘણાં છોકરાઓ મોટા થઇ જાય તો પણ એમને આ વસ્તુ આવડતી હોતી નથી. આ માટે દરેક પેરેન્ટ્સ પોતાનાં છોકરા અને છોકરીઓને આ વાત શીખવાડવી જોઇએ. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 25

    તમારા બાળકની ઉંમર 10 વર્ષથી વઘારે છે? તો ખાસ વાંચી લો આ ટિપ્સ, દરેકમાં નંબર 1 આવશે

    ખાવાની તૈયારી કરાવો: બાળકોને ચપ્પાનો સાચી રીતે ઉપયોગ કરતા શીખવાડો, જેમ કે શાકભાજી ધોવી, કાપવી અને ખાવાની તૈયારીઓ કરવાની ટિપ્સ પણ જરૂરથી શીખવાડો. આ સાથે જ ઘરમાં બાળકોને બ્રેડ પર બટર અને ચીઝ લગાવતા પણ શીખવાડો, જેથી કરીને તમે જ્યારે ઘરે ના હોવ ત્યારે બાળક પોતાની જાતે આટલું કરી શકે અને કોઇ તકલીફ ના પડે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 35

    તમારા બાળકની ઉંમર 10 વર્ષથી વઘારે છે? તો ખાસ વાંચી લો આ ટિપ્સ, દરેકમાં નંબર 1 આવશે

    વાસણો અને રસોડું સાફ: બાળકોને તમે વાસણો અને રસોડુ સાફ કરતા પણ શીખવાડો. આ સાથે જ તમે અઠવાડિયામાં એક વાર તમારા બાળક પાસે આ કામ કરાવો. આ સાથે જ પ્લેટફોર્મ અને સિંક સાફ કરવાની પણ જાણકારી આપો. 10 વર્ષથી ઉપરના બાળકોને આ વસ્તુઓ શીખવાડવી ખૂબ જરૂરી છે. આમ કરવાથી કિચનમાં ગંદકી રહેતી નથી અને રોગચાળો ફેલાતો અટકી જાય છે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 45

    તમારા બાળકની ઉંમર 10 વર્ષથી વઘારે છે? તો ખાસ વાંચી લો આ ટિપ્સ, દરેકમાં નંબર 1 આવશે

    માઇક્રોવેવથી લઇને આ વસ્તુઓ શીખવાડો: બાળકોને માઇક્રોવેવ, ઇલેક્ટ્રિક સગડી, થર્મલ ફ્લાસ્ક, ચીમની જેવી અનેક વસ્તુઓની સમજણ આપીને શીખવાડો. આ સાથે જ આ વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ સમજ આપો. આ નાની-નાની વસ્તુઓ શીખવાડવાથી તમને અને તમારા બાળકને કોઇ તકલીફ પડતી નથી અને સંકટ સમયમાં આ વસ્તુઓ કામમાં આવે છે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 55

    તમારા બાળકની ઉંમર 10 વર્ષથી વઘારે છે? તો ખાસ વાંચી લો આ ટિપ્સ, દરેકમાં નંબર 1 આવશે

    સરળ ડિશ બનાવતા શીખવાડો: તમે ઘરે ના હોવ ત્યારે બાળક જાતે ઘરે સરળ ડિશ બનાવી શકે એવી કોઇ વાનગી શીખવાડો. આ માટે તમે બાળકને મેગી, બ્રેડ બટર, ફ્રુટ ચાટ, ઓટ્સ જેવી વાનગીઓ બનાવતા શીખવાડો. (Image-Canva)

    MORE
    GALLERIES