આ દિવસોમાં ઠંડીનો પારો વધ્યો છે ત્યાં અનેક લોકોને સ્કિનની સમસ્યાઓ થવા લાગી છે. આ ઠંડીમાં સામાન્ય રીતે હાથની સ્કિનને વધારે નુકસાન થાય છે. આ માટે હાથની કેર કરવી ખૂબ જરૂરી છે. હાથની સ્કિનને હંમેશા માટે મુલાયમ રાખવા તમે જ્યારે પણ ઘરે બહાર નિકળો ત્યારે ખાસ કરીને હાથનાં ફુલ કે શોર્ટ મોજા પહેરીને નિકળો. જેથી કરીને સ્કિનને નુકસાન ઓછુ થાય. આ માટે તમે એકથી બે જોડી એકસ્ટ્રા મોજા તમારી સાથે રાખો. (Image: ANI, Source:Pexels)
ઠંડીની સિઝનમાં સ્કિનને સૌથી બેસ્ટ રાખવા માટે મોઇસ્યુરાઇઝર તમારા માટે એક સારો ઓપ્શન છે. મોઇસ્યુરાઇઝર તમારી સ્કિનને સોફ્ટ અને સુંવાળી રાખવાનું કામ કરે છે. મોઇસ્યુરાઇઝર લગાવવાથી તમારી સ્કિન મુલાયમ રહે છે અને સાથે ખંજવાળ પણ આવતી નથી. આ માટે તમે દિવસમાં બેથી ત્રણ વાર મોઇસ્યુરાઇઝર લગાવી શકો છો. આ સાથે જ તમે સ્નાન કર્યા પછી જરૂર મોઇસ્યુરાઇઝર લગાવો. (Image: ANI, Source:Pexels)
ઠંડીમાં હાથ પર અવશ્ય સનસ્ક્રીન લોશન લગાવો. સનસ્ક્રીન લોશન લગાવવાથી સ્કિન ડેમેજ થતી નથી અને મુલાયમ રહે છે. જ્યારે પણ તમે બહાર જાવો ત્યારે ખાસ કરીને સનસ્ક્રીન લોશન લગાવો. જે લોકો સનસ્ક્રીન લોશન રેગ્યુલર લગાવે છે એમની સ્કિન સારી રહે છે અને સાથે મુલાયમ પણ રહે છે. હાથમાં સનસ્ક્રીન લગાવવાથી અનેક ફાયદો થાય છે. (Image: ANI, Source:Pexels)