કાચુ દૂધ ગરદનની કાળાશને દૂર કરવા માટેનો બેસ્ટ ઉપાય છે. કાચા દૂધનો તમે આ રીતે ઉપયોગ કરો છો તો ગરદનની કાળાશ નિકળી જાય છે અને વ્હાઇટ થાય છે. કાચુ દૂધ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. જો તમે રેગ્યુલર ગરદન અને કોણી પર કાચુ દૂધ લગાવો છો તો તમારી સ્કિન પરથી કાળાશ દૂર થઇ જાય છે. આ માટે તમે એક બાઉલમાં કાચુ દૂધ લો અને કોટનની મદદથી ગરદન પર લગાવો. અડધો કલાક રહીને ઠંડા પાણીથી ગરદન ધોઇ લો. એક મહિનો તમે સતત આ પ્રયોગ કરો છો તો ગરદનની પરની કાળાશ દૂર થઇ જાય છે.
ટામેટા: ટામેટાના બે કટકા કરી લો અને આનાથી ગરદન પર મસાજ કરો. 20 મિનિટ સુધી આ રસ ગરદન પર રહેવા દો અને પછી ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી ગરદનની કાળાશ દૂર થઇ જશે. (Disclaimer: આ લેખમાં જાણકારી અને સૂચનાઓ માન્યતાઓ પર આધારિત છે. gujartai news18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. આ અજમાવતા પહેલાં ડોક્ટરનો સંપર્ક કરો.)