ક્રેનબેરી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ક્રેનબેરીના સેવનથી શરીરમાં વિટામીન સીની ઉણપ ક્યારે રહેતી નથી. નાના-નાના લાલ રંગના મીઠા બેરી ખાવાની મજા આવે છે. તમને જણાવી દઇએ કે આ ફ્રૂટ હાઇ કોલેસ્ટ્રોલ અને કોરોનરી આર્ટરી ડિસીઝના રિસ્કને ઓછુ કરવાનું કામ કરે છે. આ સિઝનમાં ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે સલાડમાં નાંખીને તમે ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. ક્રેનબરી તમારે બાળકોને પણ ખવડાવવી જોઇએ.
શિયાળાની સિઝનમાં જામફળ બહુ જ મસ્ત આવે છે. જામફળનો જ્યૂસ પણ પીવાની મજા આવે છે. જામફળમાં વિટામીન સી, બી6 સિવાય કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર, આયરન, મેગ્નેશિયમ હોય છે જે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સાથે જ જામફળ એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે ખતરનાક ફ્રી રેડિકલ્સથી શરીરને સુરક્ષતિ રાખવાનું કામ કરે છે. આ સાથે જ જામફળમાં ફાઇબર હોય છે જે પાચન શક્તિ સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે.
ઠંડીની સિઝનમાં બને એમ વધારે ખાટા ફળોનું સેવન કરો. ખાટા ફળોમાંથી વિટામીન સી મળે છે જે આપણી બોડીની અંદર ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. વિટામીન સી અને કેલ્શિયમથી ભરપૂર સંતરા ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદરૂપ થાય છે. આ હાઇ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરે છે અને સાથે અનેક રોગોથી શરીરને બચાવે છે. આમ કહેવાય છે કે દરેક લોકોએ શિયાળામાં દરરોજ એક સંતરુ ખાવુ જોઇએ.
સિતાફળ શિયાળાની સિઝનમાં બજારમાં બહુ જ જોવા મળે છે. સિતાફળમાં વિટામીન સી, બી6ની માત્રા સારી હોય છે. આ સાથે જ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સ હોય છે. સિતાફળમાં એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણો હોય છે જે શરીરને અનેક રીતે લાભ પહોંચાડે છે. (નોંધ: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ માન્યતાઓ પર આધારિત છે. Gujarati news18ની આની કોઇ પુષ્ટિ કરતુ નથી. આ અમલ કરતા પહેલાં તમે વિશેષજ્ઞનો સંપર્ક કરો.)