ખજૂર: આર્યુવેદ અનુસાર ડો. દિક્ષા ભાવસરે કેટલાંક ફુડ્સ વિશે જણાવ્યુ છે જે કબજીયાતની સમસ્યાને દૂર કરે છે. આ માટે એક છે ખજૂર. આ નેચરલ મીઠી અને ઠંડી હોય છે. આનું સેવન કરવાથી વાત અને પિત્ત સંતુલિત થાય છે. આ માટે જે લોકોને કબજીયાત, હાઇપરએસિડિટી, સાંધાના દુખાવા, હેર ફોલ જેવી સમસ્યાઓ રહે છે એમને ખજૂરનું સેવન કરવું જોઇએ. સવારના સમયમાં પાણીમાં પલાળેલી 2 થી 3 ખજૂર હુંફાળા પાણીની સાથે ખાલી પેટે ખાઓ.
મેથી: કબજીયાતની સમસ્યાને દૂર કરવા માટે મેથી પણ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે મેથી દાણાનું સેવન કરો છો તો સૌથી બેસ્ટ છે. આ માટે તમે રાત્રે એક નાની ચમચી મેથી લો અને એને એક ગ્લાસ પાણીમાં પલાળી લો. સવારમાં ખાલી પેટે આનું સેવન કરો. તમે મેથીનો પાવડર બનાવીને પણ ઉપયોગમાં લઇ શકો છો. મેથી પાવડરને તમે એક ગ્લાસ હુંફાળા પાણીમાં નાંખો અને રાત્રે સુતા પહેલા આ પાણી પી લો. આમ કરવાથી કબજીયાતની સમસ્યામાંથી રાહત મળે છે.