આદુની બરફી: આદુની બરફી ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે સૌથી બેસ્ટ છે. આદુની બરફી હેલ્થને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. આ બરફી તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ બરફી બનતા વધારે સમય લાગતો નથી. આ બરફી બનાવવા માટે આદુની સાથે દેસી ઘી, ઇલાયચી, દૂધ અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. આદુની બરફી ઔષધી રીતે પણ ખાવામાં આવે છે. આ બરફી ખાવાથી શરદી-ઉધરસ જેવી સમસ્યાઓમાંથી બચી શકો છો. Image-Canva
આદુ-મધની કેન્ડી: મધ અને આદુમાંથી બનતી આ કેન્ડી સીઝનલ ડિસીઝ સામે લડવામાં મદદ કરે છે. આ કેન્ડી તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ માટે આદુની ક્રશ કરી લો અને અથવા છીણી લો. પછી આમાં ખાંડ અને પાણી મિક્સ કરવામાં આવે છે. હવે આ મિશ્રણમાં મધ અને ઇલાયચી પાવડર નાંખીને ગરમ કરીને પછી જમાવવામાં આવે છે. આ કેન્ડી નાના બાળકોને પણ ખાવા માટે આપવી જોઇએ. Image-Canva
આદુ-લસણનો સુપ: આદુ અને લસણમાંથી બનેલો સૂપ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ શરીર માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આદુ-લસણનો સુપ દરેક લોકોએ ખાસ કરીને શિયાળામાં પીવો જોઇએ. આ તમારા શરીરમાં ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે અને સાથે તમને અનેક બીમારીઓથી બચાવે છે. આદુ-લસણનો સુપ બનાવવા માટે બીજા અનેક વેજીટેબલ્સનો ઉપયોગ પણ તમે કરી શકો છો. Image-Canva