દિવ્યા ખોસલા કુમાર: બોલિવૂડની ખૂબસુરત એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર પણ એના સ્ટાઇલીશ લુક માટે જાણીતી છે. કોઇને કોઇ રીતે આ એક્ટ્રેસ અનેક રીતે ચર્ચામાં રહેતા હોય છે. આમ, તમે શિયાળામાં સ્ટાઇલીશ દેખાવા ઇચ્છો છો તો આ બ્લેઝર તમને મસ્ત લુક આપે છે. દિવ્યાની જેમ તમે વ્હાઇટ આઉટલાઇનિંગની સાથે ડાર્ક બ્લૂ કલરનું બ્લેઝર અને પેન્ટ પહેરો છો તો તમારો વટ પડી જાય છે. આ લુકમાં તમે છવાઇ જાવો છો. (Image-Divya Khosla Kumar@Instagram)
કરીના કપૂર ખાન: ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટાઇલિશ એક્ટ્રેસમાંથી એક કરીના કપૂર હંમેશા કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતી હોય છે. કરીના કપૂર ખાનનો 2022માં બ્લેક બ્લેઝર લુક લોકોને બહુ પસંદ પડ્યો હતો. આ લુક તમને ડિફરન્ટ અને સ્ટાઇલીશ લાગે છે. તમે કંઇક નવુ ટ્રાય કરવા ઇચ્છો છો તો આ બ્લેઝર તમારા માટે સૌથી બેસ્ટ છે. (Image-Kareena Kapoor Khan@Instagram)
<br />પ્રિયંકા ચોપરા: બોલિવૂડ સુપરસ્ટાર પ્રિયંકા ચોપરા એની સ્ટાઇલને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. વર્ષ 2022માં પ્રિયંકાનું આ બ્લેઝર ખૂબ ચર્ચામાં રહ્યું હતુ. પ્રિયંકાની જેમ તમે પ્રિન્ટેડ બ્લેઝર પહેરો છો અને સાથે એનું મેચિંગનું પેન્ટ પહેરો છો તો તમારો વટ પડી જાય છે. આ મેચિંગ પેન્ટ અને પ્રિન્ટેડ બ્લેઝર તમને હોટ લુક આપે છે. (Image-Priyanka Chopra@Instagram)
રકુલ પ્રીત સિંહ: બી-ટાઉન એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહનો બ્લેઝર લુક 2022ના ટ્રેન્ડિંગ લુક્સમાંથી એક છે. આમ, જો તમે રકુલ પ્રીત સિંહની જેમ આ ટાઇપનું બ્લેઝર ટ્રાય કરો છો તો તમારો વટ પડી જાય છે. આ યલો બ્લેઝરની સાથે તમે વ્હાઇટ ટોપ અંદર પહેરો છો તો બહુ મસ્ત લાગે છે. આ ટાઇપના બ્લેઝરમાં તમને બોલ્ડ લુક મળે છે. (Image-Rakul Preet Singh@Instagram)