યામીએ પહેરેલા આ વ્હાઇટ કપડા તમને એક જ નજરે ગમી જશે. આ વ્હાઇટ કલરનો વન સાઇડ સોલ્ડર ડ્રેસ તમે ટ્રાય કરો છો તો તમારો વટ પડી જાય છે. આ ડ્રેસ તમને હટકે લુક આપે છે. તમે હનીમૂન પર જઇ રહ્યા છો તો આ ટાઇપનો ડ્રેસ પહેરો છો તો તમારો પાર્ટનર તમારી પર ફિદા થઇ જાય છે. આ સ્ટાઇલના કપડા પર તમને હળવો મેક અપ કરો છો તો બહુ મસ્ત લાગે છે. Image : Instagram/ yami Gautam
આઇવરી કલરના આ મસ્ત બ્લેઝર સાથે તમે ખૂબસુરત લહેંગા પહેરો છો તો તમારો વટ પડી જાય છે. યામી ગૌતમે આ ખૂબસુરત આઉટ ફિટની સાથે ટ્રેડિશનલ ગોલ્ડન અને લીલા રંગની જ્વેલરી પહેરી છે. બ્લેઝરની સાથે તમે રેડ લિપસ્ટિક કરીને તમારો લુક કમ્પ્લીટ કરી શકો છો. આ સાથે જ તમે તમારા હેર ઓપન રાખો છો તો તમારો વટ પડી જાય છે. Image : Instagram/ yami Gautam