હાલમાં વેડિંગ સિઝન ચાલી રહી છે. એવામાં તમે કમ્ફર્ટેબલ અને ક્લાસી કોમ્બિનેશનનો ડ્રેસ ટ્રાય કરવા ઇચ્છો છો તો આ તમારા માટે એક મસ્ત ઓપ્શન છે. દિયાનો ખૂબસુરત યલો મસ્ટર્ડ ડ્રેસ તમને મસ્ત લુક આપે છે. આ ટાઇપનો ડ્રેસ તમે સ્ટીચ પણ કરાવી શકો છો. આ ડ્રેસની સાથે દિયાએ બોર્ડરવાળો ફ્લાવર પ્રિન્ટનો દુપટ્ટો અને સાથે લાલ મોજડીમાં આ લુક કમ્પ્લેટ કર્યો છે. આ ટાઇપનો ડ્રેસ તમને ગમતી સાડીમાંથી પણ તમે કરાવી શકો છો Image : diamirzaofficial/Instagram
તમારા લગ્ન છે અને તમે કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છો છો તો આ આઉટફિ પર એક નજર કરી લો. આ આઉટફિટ તમે રિસેપ્શનમાં ટ્રાય કરો છો તો તમારો વટ પડી જાય છે. આમાં તમારો રોયલ લુક લાગે છે. તસવીરમાં તમે જોઇ શકો છો કે દિયાએ મસ્ત હેન્ડલૂમ લહેંગો પહેર્યો છે. ગોલ્ડન બેસ પર થ્રેડ વર્કનો આ બ્રાઇટ લહેંગો તમારા લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. Image : diamirzaofficial/Instagram