તમે ક્રિસમસમાં કંઇક અલગ ટાઇપના નેલ આર્ટ કરાવવા ઇચ્છો છો તો આ ડિઝાઇન તમારા માટે બેસ્ટ છે. આ ડિઝાઇન તમે નખમાં કરાવો છો તો લોકો જોતા રહી જશે અને તમારા હાથ પણ સુંદર લાગે છે. આ નેલ આર્ટ માટે તમે બે આંગળીઓ પર પૂરી રીતે નેલ આર્ટ લગાવો અને એની ઉપર નેલ પેઇન્ટ્સથી ડોટ્સ કરો. વચ્ચેની બે આંગળીઓ પર તસવીરોમાં દેખાય છે એ ટાઇપનું નેલ આર્ટ કરો. (Image-Instagram/tamaminails)
તમને નેઇલ આર્ટનો શોખ છે અને તમારી પાસે સ્ટૂડિયોમાં જવાનો સમય નથી તો તમે આ નેઇલ પેઇન્ટ કરી શકો છો. આ નેઇલ પેઇન્ટ દરેક લોકોના હાથમાં મસ્ત લાગે છે. આ માટે તમે ઘરે જાતે જ સફેદ અને લાલ નેઇલ પેઇન્ટથી આ રીતે નેઇલ આર્ટ બનાવી શકો છો. આ નેઇલ આર્ટ દેખાવામાં બહુ જ મસ્ત લાગે છે. આ સાથે જ જો તમે ઘરે જ કરો છો તો તમારો બહારનો ખર્ચો પણ બચી જાય છે. (Image-Instagram/studio_s_nails)