તમને અથવા તમારા ઘરમાં કોઇને ડેન્ગ્યુ થાય છે તો તમે ગિલોયનો જ્યૂસ પીઓ. ગિલોયનો જ્યૂસ પીવાથી પ્લેટલેટ્સ ઓછા થતા નથી અને ઝડપથી વધે છે. આ જ્યૂસ ડેન્ગ્યુના દર્દીઓને ઓછી માત્રામાં પીવડાવવાનો છે. ગિલોય એક હર્બ છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરીને ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે. આ માટે તમે એક ગ્લાસ પાણીમાં બે ચમચી ગિલોયનો રસ નાંખીને પી શકો છો.
જામફળનો જ્યૂસ પણ ડેન્ગ્યુના દર્દીઓ માટે અસરકારક છે. જામફળમાં વિટામીન સીની માત્રા સારી હોય છે જે ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. આ જ્યૂસ તમે સરળતાથી ઘરે બનાવીને પી શકો છો. આ માટે તમે જામફળ લો અને એના કટકા કરી લો. ત્યારબાદ આનો મિક્સરમાં જ્યૂસ કાઢી લો. જામફળ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.
ડેન્ગ્યુમાંથી બહાર આવવા માટે તુલસી પણ એક અસરકારક દવા છે. અનેક આર્યુવેદિક દવાઓમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસી પવિત્ર પણ એટલી જ છે. તુલસીમાં રહેલા ગુણો ઇન્ફેક્શનને દૂર કરવાનું કામ કરે છે. ડેન્ગ્યુમાંથી જલદી રિકવર થવા માટે તમે એક ગ્લાસ પાણીમાં થોડા તુલસીના પાન નાંખો અને ઉકાળી લો. ત્યારબાદ આ રસને ગાળી લો. હવે આ રસ પી લો. તુલસીનો આ રસ પ્લેટલેટસ કાઉન્ટ વધારવાનું કામ કરે છે.
ડેન્ગ્યુના દર્દીઓને તમે કારેલાનો જ્યૂસ પણ પીવડાવી શકો છો. કારેલાનો જ્યૂસ બનાવવા માટે કારેલાને છોલી લો અને કટકા કરીને મિક્સર જારમાં લઇ લો. ત્યારબાદ આનો જ્યૂસ કાઢી લો. આ જ્યૂસ તમે બે વાર દિવસમાં પી શકો છો. (Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અન સૂચનાઓ માન્યતાઓ પર આધારિત છે. Gujarati news18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. આ અમલ કરતા પહેલાં ડોક્ટર્સની સલાહ લેવી.)