ગુલાબના ફુલ: શિયાળાની સિઝનમાં ગુલાબના ફુલનો ઉપયોગ તમે કરો છો તો હેર માટે સૌથી બેસ્ટ છે. ગુલાબના ફુલથી હોમમેડ રોઝ વોટર તૈયાર કરી શકો છો. નિયમિત રૂપે તમે વાળમાં ગુલાબ જળ લગાવો છો તો મુલાયમ અને ચમકદાર દેખાય છે. આ સાથે જ ગુલાબની મદદખી તમે ફ્રિઝી અને કર્લી વાળને સરળતાથી મેનેજ કરી શકો છો. (Image-Canva)
જાસુદના ફુલ: વાળ અને સ્કિન માટે જાસુદના ફુલ સૌથી બેસ્ટ છે. આ માટે તમે જાસુદના ફુલને તડકામાં સુકવો અને બે દિવસ પછી મિક્સરમાં પાવડર બનાવી લો. ત્યારબાદ આ ફુલના પાવડરને એક બાઉલમાં લઇ લો અને એમાં નારિયેળનું તેલ મિક્સ કરો. હવે આ પેકને વાળમાં લગાવો અને પાંચ મિનિટ સુધી મસાજ કરો. આ પેકથી વાળમાં ખોડો નહીં થાય અને સાથે વાળનો ગ્રોથ પણ ફટાફટ વધશે. (Image-Canva)