ચીનમાં ન્હાવાને શરીર અને આત્માની શુદ્ધિ સાથે જોડવાની પરંપરા 11000 વર્ષ જૂની છે. સમ્રાટ અને બોદ્ધની સાથે તાઓ લોક રોજ ન્હાવામાં વિશ્વાસ રાખતા હતા. ત્યાં એકથી એક ચઢિયાતા સ્નાનાગર બનાવવામાં આવ્યા છે. ન્હાયા પછી ભોજન કરવાની પરંપરા હતી, પરંતુ હવે એ બદલાઇ ગઇ છે. આ સાથે જ લોકોની આદત પણ બદલાઇ ગઇ છે. પ્રશ્વિમી ચીનના કેટલાક ગરીબ પરિવારોના ખેડૂતો બરાબર સ્નાન કરતા નથી. જો કે આ પાછળ અનેક કારણો જવાબદાર છે. ન્હાવા માટે પાણી ગરમ કરવાની સુવિધા નથી. (shutterstock)
આંકડાઓ અનુસાર ચીનના ગામમાં 80 કરોડ લોકો રહે છે, જેમાં 20 કરોડ લોકો મહિનામાં એક જ વાર સ્નાન કરે છએ. જો કે આ કારણે એમને હાઇજિનની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કે ચીનના કેટલાક ગામમાં સાર્વજનિક બાથરૂમમાં સોલર એનર્જીના ગિઝર લગાવવામાં આવ્યા છે જેથી કરીને લોકો સ્નાન કરી શકે, પરંતુ આ પર્યાપ્ત માત્રામાં નથી. (shutterstock)
આમ, ચીનના શહેરી વિસ્તારના લોકો ગામના લોકોની તુલના કરતા વધારે સ્નાન કરે છે, પરંતુ આ લોકોની લાઇફ સ્ટાઇલ વધારે વ્યસ્ત રહેવાને કારણે તેઓ રોજ સ્નાન કરી શકતા નથી. સામાન્ય રીતે અઠવાડિયામાં બે વાર સ્નાન કરતા હોય છે. નારા યુનિવર્સિટીના એક અધ્યયનમાં એ વાતની જાણ થઇ કે ખાસી આબાદીના જિયાન શહેરમાં 90 ટકા લોકો પાસે એક બાથરૂમ છે, પરંતુ તેઓ રોજ ન્હાતા નથી. અઠવાડિયામાં બેથી ત્રણ વાર આવું કરે છે. હાં રિલેક્સ થવા માટે તેઓ શાવરનો ઉપયોગ વધારે કરે છે. (shutterstock)
સ્પેનમાં લોકો સામાન્ય રીતે અઠવાડિયામાં બે વાર સ્નાન કરે છે, જ્યાકે 07 વાર શાવર લેતા હોય છે. ફ્રાન્સના લોકો અઠવાડિયામાં બે વાર બાથ લે છે જ્યારે 07 શાવર લે છે. ફ્રાન્સના લોકો ન્હાવાની બાબતમાં એકદમ મુડી હોય છે. આ લોકો રોજ સ્નાન કરવાનું પસંદ કરતા હોતા નથી. એક સર્વે પ્રમાણે ફ્રાન્સીસ લોકો વર્ષમાં માત્ર 600 ગ્રામ સાબુ ખરીદે છે, જ્યારે ફ્રાન્સની મહિલાઓ ન્હાવામાં એમના કરતા આગળ છે. (shutterstock)
ન્હાવાના કેસમાં ફ્રાન્સીયોને સૌથી ખરાબ માનવામાં આવે છે, પરંતુ આવુ નથી. એમનાથી પણ ખરાબ રેકોર્ડ રસિયાનો છે. તેઓ અઠવાડિયામાં એક જ દિવસ સ્નાન કરે છે અને શાવર કરતા હોય છે. સામાન્ય રીતે રસિયાના લોકોને પાણી સપ્લાયની હાલત પણ ખરાબ છે. એક આંકડા અનુસાર 05માંથી 01 જ દિવસ રસિયામાં લોકોના ઘરમાં પાણીનો સપ્લાય છે. (shutterstock)