કોઇ પણ ઉંમરે વધુ પડતા વજનને ઓછું કરવું એક કઠણ કામ છે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ વજન ઉતારવાની સમસ્યા વધુ વિકટ થતી જાય છે. ધણીવાર ઉંમરના કારણે સાંધાના દુખાવા, ચક્કર આવવા જેવી સમસ્યા થતી હોય છે (Yoga, health) આવી સ્થિતિમાં જે લોકોની વજન વધુ હોય છે તેમને પતળા થવા માટે મુશ્કેલીનો સામાનો કરવો પડે છે. કારણે તે ચાલીને વજન ઓછું નથી કરી શકતા.
પવનમુક્તાસન માટે આ માટે આપે સૌથી પહેલાં જમીન પર કે પથારીમાં સીધા સુઇ જાઓ. પછી તમારા પગને 90 એન્ગલથી વાળો અને તેને બને તેટલું ઉપર છાતી સુધી લાવવાનો પ્રયાસ કરો. આ માટે આપનાં બંને હાથથી લોક કરીને પગને બને તેટલું ઉપરની તરફ ખેંચવાનો પ્રયાસ કરો. થાય તો તમારી દાઢીને ઘુંટણને અડાવવાનો પ્રયાસ કરો. આમ કરતી વખતે શ્વાસોચ્છવાસની ક્રિયા નોર્મલ રાખો અને શરીરને હળવું રાખો. આ આસન કરવાથી આપનાં પગનાં સ્નાયુઓ ખેંચાશે, પેટ દબાશે અને શરીરનો વાયુ બહાર નીકળશે.
શું છે પવનમુક્તાસનનાં ફાયદા? કબજિયાત, ગેસ, પેટ અને લિવરને લગતી કોઇપણ સમસ્યા દૂર થાય છે. ડાયાબિટિસ, મૂત્રદોષ, હર્નિયા, સ્ત્રી રોગ, કમરમાં દુખાવો, અસ્થમા અને હ્દયને લગતી બીમારીમાં ફાયદાકારક છે. આ સાથે જ પેટ દબાતુ હોવાથી શરીર પર જામેલી ચરબીનાં થર પણ ધીમે ધીમે ઓગળે છે. જો કે કમર અથવા ગળામાં દુખાવો રહેતો હોય તો આ આસનમાં માથું ઉપર ન ઉઠાવવું. Disclaimer : આ લેખમાં આપેલી તમામ માહિતી સર્વ સામાન્ય જાણકારીને આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. આ મામલે સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.