બાળકોને પાણી પીવાની આદત પાડો: ઘણાં બાળકો નાનપણથી જ બહુ ઓછુ પાણી પીતા હોય છે. પાણી ઓછુ પીવાને કારણે હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે હંમેશા યાદ રાખો કે બાળકોને દિવસમાં બને એમ વઘારે પાણી પીવાની આદત પાડો. બાળકો પાણી પીવાનું અવોઇડ કરતા હોય છે. આ સાથે જ બાળકને રોજ સવારમાં એક ગ્લાસ હુંફાળુ પાણી પીવાની આદત પાડો. આમ કરવાથી કબજીયાત જેવી સમસ્યામાંથી રાહત થાય છે. (Image-Canva)
બાળકોને સવારમાં જલદી ઉઠવાની ટેવ પાડો: ઘણાં બધા બાળકો રાત્રે મોડા સુધી જાગે છે અને સવારમાં વહેલા ઉઠતા નથી. જો કે આ વાતને અનેક પેરેન્ટસ પણ ઇગ્નોર કરતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે તમે પણ તમારા બાળકને વહેલા ઉઠાડતા નથી તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. બાળકને હંમેશા વહેલા ઉઠાડવાની ટેવ પાડો. આ સાથે જ બાળકને પ્રેયર કરવાની આદત પાડો. આનાથી બાળકોનો માનસિક વિકાસ સારો થાય છે. (Image-Canva)