કપડાના રમકડાં સાફ કરવા માટે: કપડાના રમકડા બાળકોને રમવાની બહુ જ મજા આવે છે. જો કે આ રમકડાને સાફ કરવા ખૂબ જરૂરી છે. જો તમે કપડાના રમકડાને સાફ કરતા નથી બાળકને ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે. બાળકને જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે એને તાવ તેમજ બીજી અનેક સમસ્યા થઇ શકે છે. કપડાના ટોયઝ સાફ કરવા માટે તમારે બહુ મહેનત કરવાની જરૂર નથી. આ માટે તમે નોર્મલ પાણીમાં ડિટરજન્ટ નાંખો અને પછી એમાં ટોયઝ નાંખી દો. ત્યારબાદ હાથથી મસળી દો. આમ કરવાથી જલદી ક્લિન થઇ જશે. (Image-Canva)
સોફ્ટ ટોયઝ સાફ કરવા માટેની ટિપ્સ: બાળકોને સોફ્ટ ટોયઝ બહુ જ ગમતા હોય છે. આ ટોયઝને સાફ કરવા માટે તમે બેબી શેમ્પૂનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. બેબી શેમ્પૂથી સોફ્ટ ટોયઝ જલદી જ સાફ થઇ જાય છે. આ માટે પાણીમા તમે શેમ્પૂ મિક્સ કરી લો અને પછી ટોયઝને આમાં ડુબાડી દો. ત્યારબાદ હાથથી મસળી લો. આમ કરવાથી સોફ્ટ ટોયઝ જલદી જ સાફ થઇ જશે. (Image-Canva)