શેનોન ક્લિફ્ટન હવે 18 વર્ષની થઈ ચૂકી છે અને પહેલી વખત પોતાના નામ અને ઓળખ સાથે બહાર આવી<br />આ એ છોકરી છે, જેના કેસે 5 વર્ષ પહેલા પૂરી UK ને હચનચાવી નાખ્યું હતું. શેનોનના પિતા એક પીડોફાઈલ એટલે કે બાળ યૌન અપરાધી હતો અને 7 વર્ષની ઉંમરથી શેનોન તેના પિતાની યૌન હિંસાનો શિકાર થઈ રહી હતી. પિતા રોજ તેની દીકરીનો રેપ કરતો અને તેને આ વાત કોઈને ન કહેવા માટે ધમકી આપતો. તેની દીકરીની મારપીટ કરતો અને તેને ધમકાવીને જ રાખતો. 11 વર્ષની ઉંમરે શેનોન પહેલી વખત પ્રેગ્નેન્ટ થઈ. ડોક્ટર પાસે જવાનો અર્થ હતો કે તેના બાપના કાળા કામનો પર્દાફાશ થઈ જતો. તેથી ડોક્ટર પાસે લઈ જવાના બદલે બીજો ક્રૂર ઉપાય અજમાવ્યો.
તેણે દીકરીને એટલી મારી અને એટલો ત્રાસ આપ્યો કે જન્મ પહેલા બાળકનું મિસકેરિજ થઈ ગયું. 13 વર્ષની ઉંમરે શેનોન ફરી એક વખત પ્રેગ્નેન્ટ હતી. આ વખતે પણ ડોક્ટર પાસે લઈ જવાના બદલે પિતાએ તેને ખૂબ અઘરી એક્સરસાઈઝ કરાવી, દોડાવી અને એવા કામ કરાવ્યા કે પ્રેગ્નેન્સી આપમેળે જ એબોર્ટ થઈ જાય. પરંતુ આ વખતે એવું ન બન્યું. જ્યારે શેનોનના પ્રેગ્નેન્સી સાફ દેખાવા લાગી ત્યાર્ સ્કૂલની એક નર્સે તેને પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવવા માટે કહ્યું. તેણે ના પાડી દીધી અને ઘરે આવી આ વાત પિતાને જણાવી.
શેનોન આજે આ ઘટનાના 5 વર્ષ બાદ સામે આવી છે અને ખૂલીને પોતાની આપવિતિ કહી રહી છે. આ વખતે તેણે નથી તો પોતાનો ચહેરો છૂપાવ્યો કે ના જ તેનું નામ...<br />પોતાના બાળપણનો યાદ કરીને તે કહે છે કે 5 વર્ષની ઉંમર સુધી બધું જ બરાબર હતું. હું અન્ય બાળકો તેવી જ હતી. પપ્પા મને ઘણો પ્રેમ કરતા હતા. જો મમ્મી મને ખીજાતી તો તે હંમેશા મારો બચાવ કરતા. મારી દરેક માંગ પૂરી કરતા. પરંતુ 6 વર્ષની ઉંમરે મારા મમ્મી-પપ્પાના છૂટ્ટા-છેડા તઈ ગયા અને કોર્ટે મને પપ્પા સાથે રહેવા કહ્યું, તે પછી મારી જીંદગી બદલાઈ ગઈ