લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલનાં કોરોના કાળમાં ઘરે જ રહીને હેલ્થ અને બ્યુટીની કેર કરવામાં આવે તો ઘણું સારું. આ માટે ડોક્ટરને ત્યાં કે પછી પાર્લરમાં જવાનું બને એટલું ટાળવું જોઇએ. તેમાં અત્યારે ફ્રૂટ્સની સિઝન છે. આપણે ફિટ રહેવા માટે દરરોજ ફ્રૂટ્સ ખાતા હોઇએ છીએ એવામાં જો સ્કિન કેર માટે પણ ફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરાની તાજગી અને રંગત નીખરવા લાગશે. હાલમાં એમ પણ સંતરાની મોસમ છે, તમને બજારમાં રસીલા સંતરા સરળતાથી મળી રહે છે. તો આજે આપણે સંતરાથી પેક બનાવીને જ કઈ રીતે ત્વચામાં નિખાર લાવી શકાય તે જોઈએ.