સુવાનું હોય કે, પછી પુસ્તક વાંચ અથવા ફોન પર વાત કરવી, આપણે આપણા જીવનનો ઘણો બધો સમય બેડ પર વિતાવતા હોઈએ છીએ. ઘણી વાર આળસના કારણે આપણે બિસ્તર પર બેસીને ખાઈ લેતા હોઈએ છીએ. પોતાના બિસ્તર પર બિછાવેલી બેડશીટ્સ, તકીયા અને કવાર ઓઢવાની ચાદર ભલે આપણે સારી રીતે ખંચેરીને પાથરતા હોઈએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આપની સાફ અને ચોખ્ખી દેખાતી બેડશીટ્સમાં કેટલાય કીટાણુ, જીવાણુ અને ફંગસ રખડતા હશે. (shutterstock)
હાલમાં તેને લઈને એક રિસર્ચ થયું છે. જેના પરિણામો કહે છે, તેને વાંચીને આપ તુરંત જ પોતાની બેડશીટ્સ, તકીયા અને તેના કવર બદલી નાખશો. રિસર્ચ દરમિયાન અમુક લોકોએ નવી બેડશીટ્સ અને તકીયાના કવર લગાવ્યા. 4 અઠવાડીયા સુધી તેનો ઉપયોગ કર્યો. જ્યારે 4 અઠવાડીયા એટલે કે, 1 મહિના બાદ આ બેડશીટ્સ અને તકીયાના કવરને માઈક્રોસ્કોપની નીચે જોયું તો, તેના પર સુતેલા લોકો ડરી ગયા. (shutterstock)
તેનાથી પણ ગંદા હોય છે આપણા તકિયા. કેમ કે, આપણો ચહેરો અને વાળ તકિયા પર જ રહે છે. તેના કારણે તેલ, પરસેવો અને ડેડ સ્કિન સૌથી વધારે તકિયા પર જ જોવા મળે છે. 4 અઠવાડીયા જૂના તકિયામાં 1.2 કરોડ બેક્ટેરિયા જોવા મળે છે. આવી જ રીતે એક અઠવાડીયામાં તકિયા કવરમાં 50 લાખ વધારે બેક્ટેરિયા હોય છે. (shutterstock)
આ બેક્ટેરિયા આપણા બેડ પર આપણે ખુદ લઈને જઈએ છીએ. પરસેવો અને શરીરમાંથી નીકળતા દ્રવ્યો સીધા આપણી બેડશીટમાં રહી જાય છે. આ દ્રવ્ય બેડશીટના રેશામાં જઈને ફસાઈ જાય છે અને ધીમે ધીમે તેમાં બેક્ટેરિયા ઉછરે છે. ઘણી વાર આપણે સ્નાન કર્યા વિના સીધા બેડમાં જઈને ઘુસી જતાં હોઈએ છીએ. તથા આપણા શરીરમાં રહેલી તમામ ગંદકી આપણે ત્યાં છોડી મુકતા હોઈએ છીએ. (shutterstock)
મોટા ભાગના પરિવારમાં કમસે કમ 3 જોડી બેડશીટ્સ હોય છે. જેને બદલીને ધોઈ પાથરતા હોઈએ છીએ. પણ વૈજ્ઞાનિકોનું એવું અનુમાન છે કે, દર 6 મહિનામાં આપણે જૂની બેડશીટ નાખી દેવી જોઈએ અને નવી બેડશીટ પાથરવી જોઈએ. આવું એટલા માટે કેમ કે વારંવાર ધોવાથી ઘણા બેક્ટેરિયા નથી નીકળા અને ઘણી બીમારીઓ ઊભી કરે છે. (shutterstock)