Home » photogallery » જીવનશૈલી » Navratri Recipes: બનાવો તરલા દલાલ સ્ટાઇલ 'ગાજરનો હલવો'

Navratri Recipes: બનાવો તરલા દલાલ સ્ટાઇલ 'ગાજરનો હલવો'

નવરાત્રિનાં ઉપવાસમાં ખવાય તેવી મસ્ત મજાની ડિસ એટલે ગાજરનો હલવો.. નોંધી લો સરળ અને સિમ્પલ ગાજરનો હલવો બનાવવાની તરલા દલાલની ખાસ રેસિપી

  • 14

    Navratri Recipes: બનાવો તરલા દલાલ સ્ટાઇલ 'ગાજરનો હલવો'

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગાજરનો હલવો બનાવવા માટે આપને 30 મિનિટ જેટલો સમય લાગશે. જેમાં આપ 3 વ્યક્તિઓ માટે ગાજરનો હલવો બનાવી શકશો. તો આ ગાજરનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં શું સામગ્રી જોઇશે. તે નોંધી લો. આ માટે 3 કપ છીણેલા ગાજર, 1/4 કપ ઢીલું ઘી, 4 ટેબલ સ્પૂન ખાંડ, 1/2 કપ માવો (ચૂરો કરેલો) 1/2 ચમચી ઇલાયચી પાવડર ગાર્નિશિંગ માટે 10-12 બદામની કતરણ. (PHOTO:Instagram)

    MORE
    GALLERIES

  • 24

    Navratri Recipes: બનાવો તરલા દલાલ સ્ટાઇલ 'ગાજરનો હલવો'

    ગાજરનો હલવો બનાવવાની રિત- ગાજરનો હલવો બનાવવા માટે માવાની સાથે બનાવવાની રિત, એક ઉડું નોન સ્ટિક કઢાઇ લો. તેમાં ઘી ગરમ કરો. તેમાં ગાજરની છીણ ઉમેરો, હવે તેને મધ્યમ આંચ પર આઠ એક મિનિટ સુધી પકવા દો. તેમાં ખાંડ ઉમેરો તેને સરસ રીતે મેળવીને મધ્યમ આંચ પર હલાવતા રહો. (PHOTO:Instagram)

    MORE
    GALLERIES

  • 34

    Navratri Recipes: બનાવો તરલા દલાલ સ્ટાઇલ 'ગાજરનો હલવો'

    બધી જ ખાંડ ઓગળી જાય પછી તેમાં માવો ઉમેરો. તેને પણ સતત હલાવતા રહો. કણીવાળો ગાજરનો હલવો તૈયાર થઇ જશે. તેમાં ઇલાઇચી પાવડર ઉમેરો. (PHOTO:Instagram)

    MORE
    GALLERIES

  • 44

    Navratri Recipes: બનાવો તરલા દલાલ સ્ટાઇલ 'ગાજરનો હલવો'

    હવે ગાર્નિશિંગ માટે તેનાં ઉપર બદામની કતરણ પાથરો. લો તૈયાર છે ગાજરનો હલવો તેને ગરમ ગરમ પીરશો.. જો ઇચ્છો તો ફ્રીજમાં મુકીને ઠંડો કરીને પણ ખાઇ શકો છો. આ હલવાને એક એરટાઇટ ડબ્બામાં ભરી દો. આ હલવો આપને એક અઠવાડીયુ આરામથી ચાલી જશે. તે ખરાબ પણ નહીં થાય. (PHOTO:Instagram)

    MORE
    GALLERIES